Book Title: Amarendra Vijayji Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf Catalog link: https://jainqq.org/explore/249147/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતે-ર સુપુત્રી મીનાબેન સં. ૨૦૩૮માં સંયમી બન્યાં. શ્રી મૈત્રીપૂર્ણાશ્રીજી નામ છે. તેઓ પણ આરાધક છે. આ રીતે પૂ. શ્રી પંન્યાસજી મહારાજની નવકારમંત્રની આરાધનાએ ૭-૭ પુણ્યાત્માએને પરમાત્માના પુનિત પંથના પ્રવાસી બનાવ્યા છે. સ્વભાવની સરળતા અને વત્સલતાના કારણે પૂ. પંન્યાસજી મહારાજને વપર-સમુદાયના ઘણાખરા સાધુભગવંતે ઓળખે છે, ચાહે છે. આવા એકનિષ્ઠ આરાધક પંન્યાસજી શ્રી મહાયશવિજયજી મહારાજને કેટ કેટિ વંદન! લા , છે. મળતા જ. એકનિષ્ઠ આત્મસાધક પૂ. મુનિરાજશ્રી અમરેન્દ્રવિજ્યજી મહારાજ મુનિશ્રી અમરેન્દ્રવિજ્યજી અપને યુગ ઔર ઉસકે પાર તક દેખનકી એક દૂરગામી દષ્ટિ છે. તે વિદ્વાન ઔર ચિંતક તે ઉત્તમ કટિ કે હૈ હી, લેકિન ઉસસે ભી અધિક વે એક તલ્લીન ઔર એકાંતવિહારી આત્મસાધક હૈ, આયેગી છે. સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, આબુ કે સિદ્ધપુરુષ આનંદઘનજી ઔર યેગનિઝ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી કી પ્રગતિમાન પરંપરા કે વર્તમાનમેં વે એક અગ્રણે સંવાહક હૈ.” ખ્યાતિ પ્રાપ્ત હિન્દી સાહિત્યકાર શ્રી વીરેન્દ્રકુમાર જેને આ શબ્દોમાં જેમનો પરિચય આપે છે તે અધ્યાત્મનિષ્ઠ મુનિવર - શ્રી અમરેન્દ્રવિજયજી વર્તમાન શ્રમણસંધમાં અધ્યાત્મના શાંત છતાં ગંભીર સ્વરના ઉદ્દગાતા બની રહ્યા છે. શ્રમણ સંઘમાં સતત વહેતી આવેલી અધ્યાત્મની અંતરંગ ધારનું આધુનિક યુગ સાથે અનુસંધાને કરવામાં આ પ્રબુદ્ધ મુનિવરનું પ્રદાન જૈન ઇતિહાસનું અપરિહાર્ય અંગ બની રહેશે. જન્મભૂમિ ભુજપુર (કચ્છ). વિદ્યાભૂમિ મુંબઈ દીક્ષાભૂમિ સિરસાલા (ખાનદેશ). જન્મ ઈ. સ. ૧૯૨૫. “જીવનની સાર્થકતા શેમાં?” એ વિચારમંથન કેલેજકાળમાં જ તેમને અધ્યાત્મ ભણી દેરી ગયું. લગ્નજીવનની અનિચ્છા છતાં માતાના અતીવ આગ્રહને વશ લગ્ન કર્યા પણ એ પછીય એમને સંવેગ મેળ ન પડ્યો. ઊલટું, એમનું મનોમંથન વધુ તીવ્ર અવું. આધ્યાત્મિક સાહિત્યના વાચન-મનન અને સત્સંગને દેર ચાલુ રહ્યો. અંતે આકરિમક હાથ ચડેલા એક અંગ્રેજી પુસ્તકના વાચને એમને વૈરાગ્ય સંસારત્યાગમાં પરિણમ્યું. ઇ. સ. ૧૯૫૧માં સિદ્ધાંતમહોદધિ પ. પૂ. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રશિલ્ય પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરિજીના પટ્ટશિષ્ય મુનિપ્રવર શ્રી ત્રિલેશનવિજયજીના હસ્તે દીક્ષા અંગીકાર કરી, :: - જે 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શાસન પ્રભાવક મુનિશ્રી ભાનુવિજયજી (વર્તમાનમાં પ. આ શ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા. તેમની પાછળ ચારેક વર્ષે તેમના મોટાભાઈ પણ પિતાના પરિવાર સાથે દીક્ષિત થયા. દીક્ષા પછી તેઓશ્રી વધુ ને બધુ અંતર્મુખ બનતા ગયા; અધ્યયન અને અનુપ્રેક્ષા દ્વારા આરાધના અને જ્ઞાનમાર્ગનું રહસ્ય પામવા મથતા રહ્યા. દીક્ષા પર્યાયનાં વિશ વર્ષના મૌન મને મંથન અને શોધના સહજ નિષ્કર્ષ રૂપે સાંપડેલું દર્શન-નવનીત તેમણે “આત્મજ્ઞાન અને સાધનાથ” પુસ્તકમાં જેનસંઘ સમક્ષ મૂક્યું. ત્યારથી તેઓશ્રી જૈન-જૈનેતર મુમુક્ષુ વર્ગમાં આપ્તપુરુષ સમા ઉપાદેય બની રહ્યા. તેઓશ્રીનાં પુસ્તકે : “વિજ્ઞાન અને અધ્યાત્મ.” “આપણે આત્મનિરીક્ષણ કરીશું ? _અર્ચિત ચિંતામણિ નવકાર', “મુમુક્ષુઓ અને વિપશ્યના' વગેરેની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે. “આત્મજ્ઞાન અને સાધનાપથ” એ તેમની પ્રમુખ કૃતિ છે, જેમાં તેઓશ્રીનું શાસ્ત્રજ્ઞાન અને ચિંતન ઉત્કૃષ્ટ કક્ષાએ ઝળકી રહ્યું છે. તેઓશ્રીનું ચિંતન માત્ર મૌલિક જ નહિ, સાંપ્રદાયિકતા અને સંકુચિતતાની દીવાલને ઓળંગનારું છે અને તેથી જ પરંપરાવાદી વર્ગની સાથે મતભિન્નતા વહેરીને પણ તેઓશ્રી નિબંધ સત્યની આરાધના કરતા રહ્યા. હમણાં જ તા. ૨૩-૬-૯૨ના રોજ શાશ્વત નવકાર મહામંત્રની ધૂન વચ્ચે નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગવાસ પામ્યા. આ આધ્યાત્મવેગી પુરુષને કેટિશ વંદના હશે. પૂ. પં. શ્રી શીલચંદ્રવિજયજી ગણિના શબ્દોમાં તેઓ “સાધુપણાને ય સંસાર છોડી બેઠેલા એક સાધુ” છે. (સંકલન : મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ) અનન્ય ગુરુકૃપાપાત્ર વિદ્વદર્ય પૂ. પંન્યાસપ્રવરશ્રી હેમભૂષણુવિજયજી મહારાજ આ યુગમાં ગુરુને સમર્પિત થઈને રહેવું, ગુરુને પિતાના હૈયામાં વસાવવા ઉપરાંત, ગુના હૈયામાં સ્થાન મેળવવું અને ગુરુના વ્યક્તિત્વમાં પિતાના સર્વસ્વને ઓગાળી નાખવું એ કાંઈ સહેલી સાધના નથી, લેઢાના ચણા ચાવવા કરતાંય વધુ કઠિન ગણાવી શકાય એવી અને ઘણાને તે સાવ જ અશક્ય લાગે એવી એ સાધના છે. છતાં દોહ્યલી આ સાધનાને સાવ સહેલી બનાવીને, ગુરુને પિતાના હૈયે વસાવીને ગુરુના હૈયામાં વસી જવા સુધીની સિદ્ધિ મેળવી જનારા કેઈ સાધકની સમૃતિ થાય તે બીજી જ પળે પૂ. પં. શ્રી હેમભૂષણવિજ્યજી ગણિવર અચૂક યાદ આવી ગયા વિના ન જ રહે છેલ્લા 15 વર્ષ, 1 મહિને અને 20 દિવસ સુધી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની કાયા આસપાસ પ્રતિચ્છાયા બનીને રહેલું અને પિતાની તમામ તાકાતને રામચરણે સમર્પિત કરી ચૂકેલું એક વિરલ વ્યક્તિત્વ એટલે જ પૂ. પં. શ્રી હેમભૂષણવિજ્યજી ગણિવર ! શક્તિઓ મળવી સહેલી છે, એને સદુપગ પણ હજી સહેલે છે, પણ અનેકવિધ 2010_04