________________
-
શ્ર ધાં જ લિ
|
છે જે ઉદ્ધારક મહાપુરુષે મારા જેવા રંક ઉપર કરુણુ કરી ધમધ આપે. મારા અંતરમાં વૈરાગ્યભાવ પલ્લવિત કરી સંયમરનનું દાન કર્યું, ખૂબ ખંતથી ગ્રહણ-આસેવન શિક્ષા આપી સંયમજીવન સુસંસ્કારિત બનાવ્યું. જૈનશાસનને અમૂલ્ય જ્ઞાનખજાને બતાવી સંસારથી સદા માટે વિમુખ બનાવ્યો. તપની પરિણતિ જગાવી અદ્ભુત આત્મતેજ પ્રગટાવ્યું. જી જે પુણ્યપુરુષની અસીમકપાના બળે શ્રીવર્ધમાન આયંબિલની ૧૦૦ ઓળી નિવિદને પૂર્ણ કરી શકો. જે મહાપકારી ગુરુભગવંતને અંતિમ સમયે સમાધિમાં સહાયક બની ધન્યાતિધન્ય બન્યો છું. તે સુગ્રહીતનામધેય સ્વગત ગુરુદેવ શાસનપ્રભાવક પ્રશાંતમૂતિ આચાર્યભગવાન શ્રીમદ વિજય મનોહર સૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં અમારા વડે સંશોધિત-સંપાદિત “સંગરંગશાળા જ ગ્રંથરત્નનું સમર્પણ કરી યત્કિંચિત કૃતકૃત્યતા અનુભવું છું.
સમર્પક – આપને લઘુશિષ્ય હેમેન્દ્રવિજય