________________
संवेगरङ्गशाला
प्रस्तावना
કહેવું હોય તે એમ પણ કહી શકાય કે, મંત્રોમાં જેમ નમસ્કાર મહામંત્ર સર્વશ્રેષ્ઠ છે, તેમાં જેમ શ્રી શત્રુંજય સવશ્રેષ્ઠ છે, તેમાં જેમ વીતરાગ પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે તેમ સર્વ ગુણેમાં શિરોમણિ ભાવને ભજનાર આ સંવેગ ગુણ ગુણેમાં સર્વશ્રેષ્ઠ છે.
આ ગ્રન્થમાં ચાર મુખ્યદ્વારનું કથન કરવામાં આવ્યું છે. સંવગગુની પ્રાપ્તિ થયા પછી પણ આરાધના કયા કેમ કરવી અથવા એ ગુણને પ્રાપ્ત કરવા પણ આ આરાધના કેવી રીતે કરવી તેનું આમાં સ્પષ્ટ વર્ણન છે.
'આ ચાર દ્વારો (૧) પરિકમવિધિ દ્વાર (૨) પરગણકમશ દ્વાર (૩) મમત્વઉદ દ્વાર અને (૪) સમાધિલાભ દ્વાર છે.
આ ચાર મુખ્ય દ્વારમાં પેટદ્વારે પહેલાના ૧૫, બીજાના ૧૦, ત્રીજાના ૯ અને ચાથાના ૯ છે. તે પટાહારનું વર્ણન વિસ્તારથી છે, જે જિજ્ઞાસુ ને વાંચી જવા ભલામણ છે
પહેલા પરિકમવિધિદ્વારમાં આત્માને તે તે દ્વારમાં બતાવેલી આરાધના દ્વારા સંસ્કારી બનાવવાનું છે. મહારાજાનું સામ્રાજ્ય ગજબનું છે. જીવને કયાં અને કયારે ફસાવી દે, તેને પત્તો નથી. માટે એના સકંજામાં છવ ફસાઈ ન જાય તેની સાવધાની માટે આ બધા પેટા દ્વારની વિધિપૂર્વક આરાધના કરવાની કહી છે. - આ દ્વારમાં સાધુ અને શ્રાવકના ઉપકરણોનું જેમ વર્ણન છે, તેમ ગુરુ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા લઈ આત્માન સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રને વિકાસ કરનારા ગુણોનું પણ વર્ણન છે. અહિં ગ્રહણશિક્ષાને અર્થ એ સમજવાને છે કે, ગુરુ મહારાજ પાસેથી સાધુપણું અને શ્રાવકપણું શી રીતે આરાધવું એની સમજણ લેવી અને આસેવન શિક્ષાને અર્થ એ છે કે, એ સમજણને જીવનમાં જીવીને આત્મસાત કરવી.
Iધા