________________
संवेगरङ्गशाला
શા
प्रस्तावना
સન્માન પણ સ્થળે સ્થળે દેખાય છે. ટૂંકમાં સગરગશાળા આપણને કહે છે, “ એ મોહનિદ્રામાં મસ્ત બનેલા માનવી ! તું તારી આત્માની આંખને ઉઘાડ ઊઠ, બેઠો થા. માત્ર બેઠા થયે નહિ ચાલે પણ ઊભો થા અને આ ગ્રન્થમાં બતાવેલા બળવાન શસ્ત્રો સ્વીકારી મેહની સામે લડાઈ લડવા માંહ. એ અજ્ઞાનના અંધકારમાં અથડાતા માનવી ! જરા વિચાર કર, વિચાર કર. ક્યાં તારી આરાધનાની ઉત્તમ સામગ્રી અને ક્યાં તારી મહમતતા ? આ મહમસ્તીને મારીને મૂળ સ્વરૂપને પ્રગટ કરવું હોય તે આ ગ્રન્થનું પુનઃ પુનઃ રટણ કર.”
આ ગ્રન્થ એટલે રત્નત્રયીની પાંગરેલી વસંતઋતુ, મિયાદશન મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રની પાનખર ઋતુ.
આ કથા કઈ ક૯પનાના ગુંથેલા તાર નથી પણ આત્માને હિતકર તનું પથ્ય છે. સંસાર શેતરંજની પાશવલીલા આ ગ્રન્થ આબેહુબ દર્શાવે છે.
બારમી સદીની પ્રથમ પચ્ચીસીમાં લખાયેલ આ ગ્રન્થ એ માત્ર કોઈ પુસ્તક કે પાનાઓને ઠગ નથી. સિદ્ધાંત કે નિયમેની યાદી નથી. માત્ર અહેવાલને હિમાલય નથી ૫ણું સંસાર સાગર પાર કરવા કમમસ્યાની કતલ કરનાર હડી છે. માત્ર તેડી જ નહિ પણ મુકિત મહાલયમાં સાદિ અનંતકાલ પત મહાલવા માટેનું મહાન યાને પાત્ર છે. એને એક એક કલેક મોહની સામે મશીનગન છે. એનું એક એક પદ કમ સામે રીવર છે. એનો એક એક અક્ષર એ મિથ્યાત્વમાતંગને મહાત કરવા મૃગાધિરાજ છે. એને એક એક અધિકાર અવિરતિને ઉખેડવા અને કષાયવૃને કાપવા કહાવે છે.
વધુ શું કહીએ ! આ ગ્રન્થ એટલે સાક્ષાત મિથ્યાત્વનું મત, અવિરતિની વિરતિ (વિરામ) અને કષાયની કુટિલતાની ક્રૂર કહાણીના કથન સાથે તેની કરપીણ ક્તલ તેમજ મન, વચન અને કાયાના ચોગને યોગ છે.