________________
પાંચ દિવસનો બીજો ભાગ
પ્રત : કલ્પસૂત્ર પ્રવચનો આ વિભાગમાં માત્ર કલ્પસૂત્રનું વાંચન વિસ્તારથી થાય છે. કલ્પસૂત્રના બારસો મૂળ સૂત્રો હોવાથી તેનું બીજું નામ બારસા-સૂત્ર પણ છે. પર્વના આઠ દિવસોમાં ચોથા દિવસથી કલ્પસૂત્ર ગ્રન્થનું વાંચન શરૂ ગ થાય છે.
કલ્પસૂત્રેના યોગ કરેલા મુનિભગવંતો જ તેનું મૂળ વાંચવા સાથે અર્થ-વાંચન કરતા હોય છે, જ્યારે | તે સિવાયનાને મૂળ વાંચવાનો અધિકાર નથી. આ આગમ ગ્રન્થ છે એટલે તેનું ગુજરાતીમાં અક્ષરશઃ એ ભાષાન્તર કરવું કે તેનું વાંચન કરવું તે પણ વસ્તુતઃ યોગ્ય નથી. “કલ્પસૂત્ર'ની મારી જે પ્રત છે તે | | કલ્પસૂત્ર ગ્રન્થનું ભાષાંતર નથી કિન્તુ તે ગ્રન્થના આધારે તૈયાર કરાયેલી નોંધ છે. આથી જ અહીં બીજી વ પણ અનેક પ્રાસંગિક જરૂરી-વિગતોની વિચારણા રજૂ કરાઈ છે. પર્વાધિરાજના પવિત્ર દિવસોમાં આ એ નોંધનું વાંચન કરવાથી શ્રાવક-શ્રાવિકાઓને સુંદર સ્વાધ્યાય કરવાની અનુકૂળતા મળે છે,
પર્યુષણના ચોથા દિવસથી પાંચ દિવસ સુધી “કલ્પસૂત્ર' વંચાય છે. આ પાંચ દિવસમાં કલ્પસૂત્ર નવ કટકે ફરજિયાત પૂર્ણ કરવાનું હોય છે.