SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ || ૩૭ || વ્યવહારથી મહાદેવજીને નમસ્કાર કરવાનો અપવાદમાર્ગ સેવ્યો. વસ્તુતઃ તો એ પણ વીતરાગ પરમાત્માને જ નમસ્કાર હતો. સૂરિજીના મનમાં જે ધારણા હતી તે જ બન્યું કે કુમારપાળને સૂરિજીની આ નિષ્પક્ષવૃત્તિ જીતરફ અતિશય માન પેદા થઈ ગયું. ત્યાર બાદ તેઓ મંદિરના ગભારામાં ગયા. તે વખતે કુમારપાળે સૂરિજીને કહ્યું, ‘ પ્રભુ ! મહાદેવ સમાન આ જગતમાં કોઈ દેવ નથી, આપના જેવા કોઈ મહર્ષિ નથી અને મારા જેવો કોઈ તત્વાર્થી નથી. આજે અહીં આપણો ત્રિવેણીસંગમ થયો છે. તો મારે એ પ્રજાણવું છે કે દરેક ધર્મ જ્યારે પરસ્પર વિરોધી વાતો કરે છે તો તેમાં સાચું શું છે ?’ સૂરિજી કહ્યું, પરસ્પર વિરુદ્ધ જતાં દેખાતાં શાસ્ત્રોની ચર્ચાનો અત્યારે કોઈ અર્થ મને જણાતો નથી. હે રાજન્ ! તું તારા પરમારાધ્યસ્વરૂપ શિવજીને જ તારો આ સવાલ હમણાં પૂછી લે. એ તો ખોટો જવાબ નહિ જ આપે ને ? હું હમણાં જ તેમને પ્રગટ કરવા માટે મન્ત્રજપ ચાલુ કરું છું. તું તેમની ઉપર કપૂર નાંખતો રહે. સૂરિજીએ મન્ત્રજપ શરૂ કર્યો. ક્ષણવારમાં જ સૂર્ય કરતાં પણ અતિ તેજસ્વી તેજરાશિ પ્રગટ થયો. તેનું વર્તુળ બન્યું. તેમાંથી અમહાદેવજી પ્રગટ થયા. હા. આબેહૂબ એ મહાદેવજી હતા. સૂરિજીએ કુમારપાળને કહ્યું, ‘આ સામે દેખાય છે તે જ મહાદેવજી છે. તારે જે પૂછવું હોય તે તેમને પૂછી લે.' કુમારપાળે પોતાનો સવાલ પૂછ્યો. મહાદેવજીએ કહ્યું કે, ‘કુમાર ! ધન્ય છે તને કે સાચો ધર્મ જાણવાની તને ઇચ્છા જાગી છે. જો તું ખરેખર સાચા ધર્મને ઇચ્છતો હોય તો આ GOOD છે સામને || ૩૭ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy