SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Eસબુદ્ધિ પ્રગટ થવી જોઈએ તે તો વિશુદ્ધ મુનિ-ધર્મના પ્રભાવથી જ શક્ય છે. તે સિવાય ગમે | તેટલો તે માટે પ્રચાર થાય, બુમરાણ મચાવાય પણ તેનું પરિણામ કશું નહિ આવે. આ માટે | ૧૧ || | તો મુનિઓએ સાચા અર્થમાં મુનિ બનવું રહ્યું. અને વિશ્વહિતચિંતક સંસારીઓએ સાચું |મુનિપણું સ્વીકારવું જ રહ્યું -બાકી તે વિનાના ઉપાયો એકદમ સ્થૂલ છે. તેમાં ભારેથી ભારે ||પુરુષાર્થ કરવો પડે અને છતાં પરિણામ ખૂબ થોડું આવે અથવા બિલકુલ ન આવે કે સાવ અવળું પડી જાય. મુનિ-જીવનની સાચી આરાધનામાં સૂક્ષ્મની પ્રચંડ તાકાત હોવાથી અલ્પ EJપુરુષાર્થે વિપુલ પરિણામ મળે છે, ઊંધું પડવાની તો અહીં વાત જ નથી. અને પર કલ્યાણની - ભાવના કદાચ દેશ-કાળની વિષમતાથી સફળ ન થાય તો ય સ્વકલ્યાણ તો એકદમ સુનિશ્ચિતરૂપે પ્રાપ્ત થાય જ છે. * સાચું મુનિપણું એટલે ભાવદીક્ષા. એની તો પ્રચંડ તાકાત છે જ, પરંતુ જો ભાવદીક્ષાની પ્રાપ્તિ ન થાય પણ માત્ર સાચા ગુરુની સેવા કરવાનો, તેમને સદા સંપૂર્ણપણે પરતા રહેવાનો સંકલ્પ હોય તો વેષ-પરિધાનરૂપ દ્રવ્યદીક્ષા પણ અંતે ભાવદીક્ષામાં પરિણમી ગયા વિના રહેતી નથી. આ રીતે પણ અનન્ત આત્માઓ મુક્તિપદને પામી ગયા છે. | હા...આ સ્થિતિમાં “ગુરુ” ઉપર મોટો આધાર છે. ગુરુ એટલે શાસ્ત્રોના સમર્થ જ્ઞાતા LI(ગીતાર્થ), ઇન્દ્રિય-સુખોથી એકદમ અનાસક્ત (સંવિગ્ન) અને બાહ્ય તપથી પણ તપસ્વી, ધ E] ઉપર્યુક્ત ત્રણ વાતે પૂરા ગુરુ સ્વકલ્યાણને બરોબર સાધી લે છે, પણ આટલા માત્રથી Hિ તેઓ શિષ્યાદિનું પરકલ્યાણ કરી શકે નહિ. એ માટે હજી બે બાબતોની જરૂર રહે છે. એક
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy