SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ભારી હશે પણ આચાર જીવનના ખિસ્સા ખાલી હશે, એમના સાવ ઉશ્રુંખલ વ્યવહારને સગો માં બાપ પણ ટોકવા માટે અસમર્થ હશે. || ૧૮૭ || | બાપનો માર્ગ પણ વિચિત્ર હોય ત્યાં એ બિચારો દીકરા-દીકરીને શું ટોકવાનો ? આપઘાતના વિચારો, આંસુ, ડૂસકાં, રુદન, નિસાસા.. બધુંય કદાચ આ ધર્મહીન સુખી | કુટુંબોમાં જ વધુ પ્રમાણમાં જોવા મળશે. - હવે આની સામે તમે કોઈ ધર્મી કે ધર્મશ્રદ્ધાવાળા મધ્યમવર્ગી કુટુંબને જુઓ. ત્યાં કેટલાક ભૌતિક પ્રશ્નોના ઉકેલો નહિ જડતા હોય છતાં ધર્મે તેમને જીવન જીવવાની જે કળા છે કે-સુખમાં છકવું નહિ, દુઃખમાં ડગવું નહિ તે-શીખવી છે, તેથી ખૂબ પ્રસન્નતાથી કૌટુમ્બિક શિ જીવન જીવતા જોવા મળશે. ત્યાં પિતા પ્રત્યેની પુત્રની લાગણી, માતા પ્રત્યેની સંતાનોની | વિભક્તિ, સાસુ-વહુના સુમેળભર્યા સંબંધો, એકબીજા માટે મરી પડવાની વૃત્તિ, એકબીજાના લાગણીના આવેશને સહી લેવાની તૈયારી, ભૂલને જલદી ભૂલી જવાની કે ક્ષમાપના કરવાની ઉદારતા વગેરે અઢળક ગુણોનો અદભુત વિકાસ જોવા મળશે. તમને એમ થશે કે સ્વર્ગના હિ સુખ પણ આ કૌટુમ્બિક સુખથી હેઠ જ હોવાં જોઈએ. આ બધો પુણ્યાનુબંધનો મહિમા છે. હિતેનો ઉદય-તે આત્માની સુખની કે દુઃખની કોઈ પણ સ્થિતિમાં-ગુણોનો ઢગલો કરી દે. ધર્મદીન શ્રીમંત કુટુંબોની ભીતરમાં ઘેરાયેલી કટોકટીને જોતાં તો આપણે અસંદિગ્ધપણે પણ શિકહી દઈએ કે હવે તો જ્યાં ધર્મ છે, ત્યાં જ સુખ, શાન્તિ કે સલામતી છે. અધર્મી કુટુંબમાં Aિજતી કન્યાઓનાં પરિણિત જીવનમાં ક્યારેક ચિનગારી ચંપાઈ જાય અને તેમના જીવનનું | ૧૮૭ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy