SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ જેવી દયા, માનવતા, કરુણા, અનુકંપા જગતના કોઈ ધર્મમાં નથી. જૈનોના વરઘોડા, મિ સામૈયાં, ઉજમણાં, સાધર્મિક વાત્સલ્ય વગેરે તમામ આયોજનો અનુકંપાથી શણગારાયેલા હોય. એ // ૧૮૧ || જૈન ધર્મે માનવતાને તો ભારે મહત્ત્વ આપ્યું છે. આથી જ જીવમાત્ર તરફ અનુકંપા રાખવાનું કહેતા પરમાત્માની ભક્તિમાં જૈનો સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર થાય છે ને ? બીજા લોકો એ એ કહે છે, “દયા ધર્મનું મૂળ છે.” પણ વસ્તુત: દયા કરતાં ચઢિયાતી કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા ધર્મનું મૂળ છે. દેરાસરમાં ઘી બોલવાનું હોય તો લાખો રૂપિયાની બોલી બોલાય અને ગરીબોને તે જ માણસો કદાચ પાંચકો, દશકો પણ આપવાનો ઉમંગ ધરાવે નહીં, પણ એમાંય વિચારવું . જોઈએ કે પ્રભુનું પુણ્ય જ લોકોત્તર છે. તેથી જ લોકો લાખો ઉછામણી બોલે છે. જ્યારે શિ ગરીબોનું પુણ્ય નથી. એથી જ તેને ઘણું આપી દેવાની વૃત્તિ ઝટઝટ થતી નથી. ભલે પણ એ વર્તમાનકાળની પલટાતી સ્થિતિ જોતાં લાગે છે કે હવે અનુકમ્પાને વધુ મહત્ત્વ આપ્યા વિના છૂટકો નથી. પેથડમંત્રીનાં પત્ની રોજ ઘરેથી દેરાસર જાય, ત્યાં સુધીમાં વાચકોને સવા શેર સોનાનું | દિાન કરી દેતા. આથી શાસનપ્રભાવના ખૂબ જ થતી. ગરીબો જૈનધર્મની ભારોભાર પ્રશંસા કિરતા. વ્યાપક પ્રમાણમાં શાસનના પ્રભાવક કાર્યો કરો. દેરાસરે દર્શન કરવા જાઓ કે ગુરુને | જવંદન કરવા જાઓ, વાંટવામાં પાંચકા, દશકા રાખો, માગે તેને પાંચકા, દશકા આપતા જાઓ. Aિ એ પૈસાની કિંમત નથી, પણ શાસનની પ્રભાવનાની કિંમત છે. લેનારો માણસ જૈન ધર્મની જય હિ || ૧૮૧ || વિબોલે છે. હવે તે માણસ આવતા ભવમાં કદાચ જૈન કુળમાં જન્મ લેશે. પ્રશંસાથી જૈન ધર્મ |
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy