SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ || ૧૭૯ || આ અલૌકિક દૃશ્યો જોઈને દશાર્ણભદ્રનો ગર્વ ઓગળી ગયો, પણ તેને મનમાં થયું કે, ‘આ ઇન્દ્ર જીતી જાય અને હું હારી જાઉં એ તો કેમ બને ? તે પરાજય સ્વીકારવા તૈયાર ન હતો. તેણે વિચાર્યું કે, ‘હું એવું કરું કે જે દેવ કરી ન શકે.' એવી તે કી ચીજ છે કે જે દશાર્ણભદ્ર રાજા કરી શકે અને ઇન્દ્ર ન કરી શકે ? તે છે સાધુજીવનનો સ્વીકાર. ઇન્દ્રે દશાર્ણભદ્રને કહ્યું, ‘ઠાઠમાઠ તો ઉત્તમ કર્યો ! પ્રભુની ભક્તિ અનુપમ કરી પણ તમને ગર્વ હતો ને ?' તે વખતે દશાર્ણભદ્ર રાજા ઊભો થયો. ભગવાન મહાવીરદેવને બે હાથ જોડીને વિનંતી કરી, ‘હું આ સંસારથી વિરક્ત થયો છું. પ્રભો ! મને દીક્ષા આપો !' ત્યાં ઇન્દ્રે હાથ જોડ્યા અને કહ્યું, ‘બસ, હવે હું હાર્યો. ભગવાનની ભક્તિ કરવા માટે સામૈયું કરવામાં હું જીત્યો પણ વિરતિમાં તમે મારો ગર્વ ઉતારી નાખ્યો. તમારાથી જે શક્ય બન્યું તે મારા માટે અશક્ય છે. મેં તમારા જેવા વિરતિ-ધર્મના રાગીની આશાતના કરી !' આવી રીતે પ્રભુ-ભક્તોએ તીર્થ-પ્રભાવના કરી. જંગમ તીર્થની પ્રભાવના ગંધારના એક શ્રાવકે જંગમતીર્થ એવા હીરસૂરિજી મહારાજની અદ્ભુત ભક્તિ કરી, એ શ્રાવક ઉપ૨ હીરસૂરિજીના ઘણા ઉપકાર હતા. ભક્તને ખબર પડી કે હીરસૂરિજી ગંધાર પધારે છે. નજદીકમાં આવી ગયા છે. તેણે સામૈયાની જબરજસ્ત તૈયારી કરી. ત્યાં તો સૂરિજી ઉદ્યાનમાં પધારી ગયા. એ જ પળે તેમની પધરામણીના સમાચાર આપવા માટે એક માણસ દોડતો દોડતો શેઠ પાસે આવ્યો, શેઠ ! હીરસૂરિજી ગુરુદેવ ઉદ્યાનમાં પધાર્યા છે.’ || ૧૭૯ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy