SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક લાભ છે. કેન્દ્રીકરણમાં ખૂબ ગેરલાભ છે. હસ્તલિખિત પ્રતો પણ વિકેન્દ્રિત રહે તો જ આ આજના બૉમ્બ-યુગમાં સારું ગણાય. સુરક્ષાના લોભથી કેન્દ્રીકરણ કરશું તો એક ધડાકે બધાં |. ૧૭૫ || અય શાસ્ત્રો સાફ થઈ જશે ! આ એક જગાએ સળગે તો બીજી જગાનું બચે. પણ ભંડારો એક જ જગ્યાએ હોય, અને જો અકસ્માત થયો તો બધુંય સાફ થઈ જાય ! તિબેટની રાજધાની લેહમાં બૌદ્ધ ધર્મના અતિ મૂલ્યવાન ગ્રંથોનો મોટો ભંડાર હતો. અમેરિકનોએ તેના પર બૉમ્બ ફેંક્યો. બધું ય સાફ થઈ ગયું. હજારો હસ્તપ્રતો સાફ થઈ ગઈ ! ૧૮૦૦૦ જેટલી પ્રતોનો એક ધડાકે નાશ થઈ ગયો. લાખો રૂપિયાનું નુકસાન થયું, પછી તે અંગે ઘણો વિરોધ થયો. ખરેખર તો પ્રાચીન પરંપરા પ્રમાણેના લહિયાઓ અને સહી તૈયાર કરનાર જોઈએ. Iિ જરૂર પડે તો ગૃહસ્થોએ લહિયાઓ પેદા કરવાની સ્કૂલ ચલાવવી જોઈએ. એમાં કેટલાય યુવાનો તૈયાર થશે. સુંદર અક્ષર લખનાર કેટલાય મળી આવશે, આથી તેમને કામ પણ મિળશે. આ માટે વ્યવસ્થિત આયોજનની જરૂર છે અને જો... લહિયા મળે જ નહિ તો છેવટે | જાપાનના ઝેરોક્સ જેવા મશીન ઉપર પણ કે અન્ય રીતે ય એક વાર તો શક્ય તેટલું પ્રાચીન છે સાહિત્ય પુનર્મુદ્રિત કરાવી લેવું જોઈએ. અલબત્ત બસો, ત્રણસો વર્ષથી વધુ આયુષ્ય આ બિઝેરોક્સ સાહિત્યનું નથી. છતાં જો એક વાર તેટલું શ્રુતજ્ઞાનનું આવરદા વધશે તો તે સમયમાં શિવળી કોક પુણ્યાત્મા પેદા થશે, જે તેને ફરી પુનજીન્દ્રિત કરશે. આજે જ્ઞાન દ્રવ્યના લાખો કી ૧૭૫ || બિરૂપિયા પડ્યા છે. જ્ઞાન ખાતાના આ લાખો રૂપિયાનું શું કરવું ? તે પ્રશ્ન છે. તો આવી |
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy