SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ || ૯ || મળતાં તેણે ભોજન સંબંધમાં દિવસમાં એક જ દ્રવ્ય વાપરવું વગેરે ખૂબ જ કડક નિયમો લીધા હતા. ભાગ્ય પલટાતાં તે ક્રોડાધિપતિ શેઠ બન્યો. હવે ભરપૂર અનુકૂળતાઓ થવા છતાં તેણે તે નિયમોનું અણિશુદ્ધ પાલન આનંદથી કર્યું. આથી તેણે પુણ્યકર્મનો પ્રચંડ, બંધ કર્યો. તે આત્માનો આ નગરમાં જન્મ થતાં તેના પુણ્યબળે કુદરતનું ગણિત ફરી ગયું. ઉત્કૃષ્ટ કોટિના દેશવિરતિ ધર્મ કરતાંય જઘન્ય કોટિના સર્વવિરતિ-ધર્મની તાકાત પણ અનંતગુણ બની જાય છે. એક વાર તક્ષશિલાના સેંકડો જૈન કુટુંબોમાં હલકા દેવે કરેલા મરકીના ઉપદ્રવથી હાહાકાર મચી ગયો. સંઘે શાસનદેવીને બોલાવ્યા. તેમણે કહ્યું કે મ્લેચ્છ-દેવતાઓએ વાતાવરણ ઉપર પૂરો કબજો મેળવી લીધો હોવાથી અમે કંઈ કરી શકીએ તેમ નથી પણ નાડલાઈ (રાજસ્થાન)માં હાલમાં વિદ્યમાન આચાર્યદેવ શ્રીમાનદેવસૂરિજી પાસેથી કોઈ ઉપાય તમે મેળવો. સંઘે વીરચંદ નામના શ્રાવકને નાડલાઈ મોકલ્યો. સૂરિજીએ તેને લઘુશાન્તિ-સ્તોત્ર રચીને આપ્યું. તેનાથી મન્દ્રિત કરેલું જળ સઘળાં ઘરોમાં રોજ છાંટવા જણાવ્યું. એ પ્રમાણે કરતા મરકીનો ઉપદ્રવ સંપૂર્ણ પણે શમી ગયો. આ પ્રસંગ સ્પષ્ટપણે આપણા કાનમાં કહી જાય છે જ્યાં દેવોની પણ તાકાત પહોંચતી નથી, ત્યાં સર્વવિરતિધર મુનિની તાકાત કામ કરી જાય છે. || ૯ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy