SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સાધર્મિક ભક્તિનાં કેટલાંક ઉદાહરણો જોઈએ. રાજકોટનો પ્રસંગ || ૧૫૯ || માં રાજકોટમાં એક આચાર્ય મહારાજ ચાતુર્માસ માટે પધાર્યા હતા. ત્યાં એક ભાઈ વંદનાર્થે આવ્યા. તેમને જમવા લઈ જવા માટે સ્થાનિક સાધર્મિક ભાઈએ આગ્રહ કર્યો. આવનાર ભાઈએ ખૂબ ખૂબ આનાકાની કરી, પણ આમંત્રણ આપનાર ભાઈ તો એવા વળગ્યા કે ગમે | તમ થાય તમને જમવા લઈ જ જઈશ. પેલા ભાઈને થયું, “પૂરો પાપી છું. આ જૈન | છ ગણીને મને લઈ જાય, ચાંલ્લો કરે, પ્રેમ પૂર્વક જમાડે. પણ હું ક્યાં સાચા અર્થમાં સાધર્મિક | છું ?” તેથી તે ભાઈ તો ના ને ના જ પાડ્યા કરે છે. પણ રાજકોટના ભાઈ તેમને પકડીને જ ઘરે લઈ ગયા. તાબડતોબ શીરો તૈયાર કરવાનું પત્નીને કહ્યું. ઘેર ગયા પછી ફરી મહેમાને | કહ્યું, “મહેરબાની કરો, મને છોડી દો, મને જવા દો.' પણ પેલા ભાઈ સાંભળે ત્યારે ને ? તે જ ભાઈને જમવા બેસાડ્યા. સુંદર સરભરા કરીને થાળીમાં શુદ્ધ ઘીથી મઘમઘતો શીરો પીરસ્યો. ] હવે પેલા ભાઈનું હૈયું હાથમાં ન રહ્યું. તેની આંખમાંથી ટપટપ આંસુ પડવા લાગ્યાં. તેણે | કહ્યું, “પાપી છે. વધુ કાંઈ કહેવાની મારી હિંમત ચાલતી નથી. જે ગુણ જોઈએ તે મારામાં જ નથી. આપ જેવો મને સમજો છો, તેવો હું નથી.” | ભક્ત અતિથિને કહ્યું, “કાંઈ વાંધો નથી, આપ ઉપાશ્રયે આવ્યા. આચાર્ય ભગવંતને ભિવંદન કર્યું તે જ શું બસ નથી ? કર્મને વશ તમારે પાપ કરવું પણ પડતું હોય, પણ તેથી છે શું ? વળી મને પૂરેપૂરી ખાત્રી છે અને પાકો વિશ્વાસ છે કે તમે પાપ કરતા હશો પણ છે || ૧૫૯ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy