SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ || ૧૫૭ || થયા પછી શેઠશ્રીએ દરેક સાધર્મિકના દૂધથી પગ ધોયા. સાધર્મિક તે સંઘનો સભ્ય છે. શાસન જેને વહાલું હોય તેને સંઘ વહાલો હોય, સંઘ જેને વહાલો હોય તેને સાધર્મિક વહાલો હોય. સંઘના દર્શનથી ધનની મૂર્છા ઊતરે. સંઘના દર્શન વિરલ અને પવિત્ર હોય છે, શેઠશ્રીએ સાધર્મિકના પગ દૂધથી ધોયા પછી દરેકને કુમકુમ કરી, અક્ષત ચોડી, રૂપિયો ને શ્રીફળની પહેરામણી કરી. આચાર્ય ભગવંતની ઉપકરણો વહોરાવવા વગેરે રૂપે ઉચ્ચ ભક્તિ કરી. ત્યારે શેઠનો ઉલ્લાસ, ઉમંગ ખૂબ હતા. મુખ ઉપરની મધુરતા, પ્રસન્નતા અને ચહેરા ઉપર વિલસતું સંઘપૂજાના ગૌરવનું તેજ અદ્ભુત અને પ્રેક્ષણીય હતું. છેવટે સંધ વિદાય થયો. બંગલામાં ચોમેર ધૂળ થઈ ગઈ હતી. ઝાડુ મારનાર નોકરે બધું સાફ કર્યું. ધૂળ વગેરે ભેગી કરી. જ્યારે ફેંકવા જતો હતો ત્યાં શેઠ તેને જોઈ ગયા. તેમણે વ્રતેને ઊભો રાખ્યો અને થોડી ધૂળ લઈને પોતાના માથે ચઢાવી, તેમણે નોકરને કહ્યું, ‘ભાઈ ! આમાં તો તીર્થંકરદેવ, ગણધર ભગવંત, મહાન આચાર્ય, ઉપાધ્યાય થવાની તાકાતવાળા જીવોની પણ ચરણરજ હશે. લે, તું ય માથે, કપાળે, આંખે લગાડ, પવિત્ર થઈ જઈશ.' (૨) સાધર્મિક ભક્તિ પર્યુષણનાં પાંચ કર્તવ્યોમાં નિર્દેશ કર્યા બાદ વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં પણ સાધર્મિક ભક્તિનો નિર્દેશ કરીને પૂ. લક્ષ્મીસૂરિજી મહારાજાએ તેનું ઘણું મોટું મહત્ત્વ આપણને સૂચવ્યું શાસ્ત્રમાં કહ્યું છે કે જેના હૈયે જિનનોધર્મ વસ્યો નથી, જેણે દીન-દુ:ખિતોની કદી 29 දින දීප ජය ය දේව දිය ද ජය ද දේව දීප 2ල දී ප ප ප ප ද || ૧૫૭ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy