________________
|| ૧૩૯ ||
મૂર્તિનું મહત્ત્વ
બીજી વાત કરું. પ્રભુ પ્રત્યેના ઉત્કૃષ્ટ પ્રેમને કારણે તેમની ગેરહાજરીમાં તેમની મૂર્તિ બનાવીને તેની ભાવભરી પૂજા પણ કરી શકાય.
વહાલા પતિના વિરહમાં પતિવ્રતા પત્ની તેમનો ફોટો વારંવાર પોતાની સામે રાખીને કેવા તેમને યાદ કરે છે ? ભજે છે ? આંખેથી વિરહના આંસુ પાડે છે ? ના એ ફોટો તો ફોટો જ છે. એ કાંઈ ખરેખરા જીવતા પતિ નથી. પરન્તુ એ ફોટાથી જીવંત પતિનું સ્મરણ થાય છે. તેમના ગુણો યાદ આવે છે. બે હાથ જોડીને પ્રણામ પહોંચાડાય છે. પતિનો ફોટો એ પતિ જ કહેવાય. તે પત્નીને કોઈ પૂછે કે, ‘આ કોણ છે ?’ તે જવાબ દેશે કે, ‘આ મારા વહાલા પતિ છે.’ આ કારણે જ તેની ઉપર તે કદી થૂંકે નહિ, પગ લગાડે નહિ, ફાડી નાખે નહિ. પણ જીવની જેમ સાચવે અને ભાવવિભોર બનીને નાચે.
જે બાળકનો જન્મ થતાં જ માતા મૃત્યુ પામી, તે બાળક જરાક મોટો થયા બાદ તેના બાપાને પૂછે કે, ‘મારી બા કેવી હતી ?' જવાબમાં બાપા તેને બાનો ફોટો આપે અને કહે કે ‘આવી તારી બા હતી.' આ પછી તે બાળક મિત્રોને તે ફોટો બતાવીને કહે કે, આ મારી બા છે. જુઓ કેવી સુંદર છે ?'
આ જ બધો ન્યાય પરમાત્માની મૂર્તિને લગાડવાનો છે. એટલે કવિએ ગાયું છે, ‘જિસ કી પ્રતિમા ઈતની સુંદર, વો કિતના સુંદર હોગા ?'
0000
|| ૧૩૯ ||