________________
|| ૧૩૭ ||
એથીસ્તો આપણે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધનાઓ કરી શકીએ છીએ. હવે તમે જ હા કહો કે પરમાત્માનો આપણી ઉપર કેટલો બધો ઉપકાર છે ?
વળી પ૨માત્માએ આ સંસારનું બિહામણું સ્વરૂપ બતાવ્યું. અજૈનો કહે છે કે, ‘ઈશ્વર જગત્ બનાવે છે' (ઈશ્વર જગત્નો કર્યા છે.) આપણે કહીએ છીએ કે ઈશ્વરે જગત્ બનાવ્યું નથી પરન્તુ બતાડ્યું છે. પુણ્યોદયના કાળમાં જીવને સંસાર સોહામણો દેખાય અને તેને અભોગવવા લાગે, પરન્તુ તેનાથી રોગ, ઘડપણ, દુર્ગતિગમન વગેરે પરિણામો આવે તે અતિ કડવા હોય છે. એના કારણે પ્રભુએ કહ્યું કે, ‘સંસાર સોહામણો નથી, અત્યન્ત બિહામણો છે.’ જે આત્માઓને આ વાત ઉપર પૂરી શ્રદ્ધા બેસી ગઈ તે સંસારના ભોગસુખોથી ચેતી ગિયા. કેટલાકે અંશતઃ ત્યાગ કર્યો તો કેટલાકોએ પૂર્ણતઃ સંસારત્યાગ કરીને દીક્ષા લીધી. જેમણે ભગવાનની આજ્ઞા મુજબ દીક્ષા પાળી તે બધા થોડાક ભવમાં ચારગતિના ભયાનક સંસારમાંથી હંમેશ માટે છુટકારો પામીને મોક્ષે ગયા.
સિદ્ધ ભગવંતે આપણને નિગોદ નામની સૂક્ષ્મ વનસ્પતિમાંથી બહાર કાઢ્યા. પછી અરિહંત ભગવંતે આપણને માનવભવમાં મોક્ષમાર્ગ બતાવ્યો.
જો આ ઉપકાર ન થયો હોત તો આપણે હજી બીજા અનંતકાળ સુધી દુર્ગતિઓમાં રખડતા હોત : અત્યન્ત દુ:ખમય અને દોષમય દશામાં સબડતા હોત.
જગદર્શન કરાવનારા પરમાત્માના અનંત ઉપકારોનો બદલો આપણે શી રીતે વાળી
શકીએ ?
|| ૧૩૭ ||