SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તવ્ય પ્રભુ મહાવીરદેવે કહ્યું છે કે, “હે માનવ ! તને તો યુદ્ધ ખેલી નાખવાની અણમોલ તક પણ મળી છે. બીજી ગતિઓમાં કર્મોની સાથે આંતર-સંગ્રામ લડી શકાય તેમ નથી કેમકે ત્યાં ; અષ્ટાબ્લિક તલવાર નથી. એકલા તિલકના મંગળથી શું ચાલે ? સાથે તલવાર હોય તો જ યુદ્ધમાં વિજય હિ પહેલું પ્રવચનો મેળવી શકાય. માટે હે માનવ ! ભોગસુખો તો તે અન્ય બધી ગતિઓમાં ભોગવ્યા છે. હવે તો || ૪ || આ વખતના મનુષ્યજીવનમાં તું મુનિજીવનને જ પ્રાપ્ત કર. એ તલવાર છે. તિલકનું મંગળ અમારી કરીને તલવાર વડે કર્મોને તું ખતમ કર. મોક્ષને પ્રાપ્ત કર, માનવ થઈને તું મુનિ બન અને ધિ પ્રવર્તન વિમોક્ષ પામ. આ સિવાયની કોઈ બીજી વાત કર મા ! હે માનવ ! બહારની દુનિયામાં કોઈ માણસ શત્રુ સાથે યુદ્ધ ખેલે અને જે જવલંત વિજય પ્રાપ્ત કરે તેના કરતાં ય વધુ મહાન વિજય તે આત્મા પ્રાપ્ત કરે છે, જે આત્મા આંતર-સંગ્રામ ખેલે છે અને કામ, ક્રોધાદિ દોષોને સર્વવિરતિધર્મની તલવારથી ખતમ કરી નાખે છે. હે માનવ ! આ બહારની દુનિયામાં તારો કોઈ શત્રુ જ નથી, પછી તું કોની સાથે લડવા માંગે છે? તારો શત્રુ એક જ છે : તે છે કર્મો. હું તેમને ખતમ કર. હા, એ કર્મોને ખતમ કરવાનું કામ અતિ મુશ્કેલ છે. પરન્તુ તે કર્યા વિના છૂટકો પણ નથી. જો તું કર્મોને ETખતમ નહિ કરે તો કર્મો તારા સુખ, શાન્તિને કે દયા, વિરતિ વગેરે ગુણોને ખતમ કરી નાંખશે. : પટકી નાંખશે.” | ૪ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy