SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાહ્નિકા પ્રવચનો || ૧૨૦ || | KOGGGG (૫) બાળનૂની માતા બે બાળકો હતાં. તેઓ દિવાલ વિનાની અગાસી ઉપર ચડ્યાં, ત્યાં રમવા લાગ્યાં. રમતાં રમતાં બે ઝઘડી પડ્યા. એક બાળકે બીજાને ધક્કો માર્યો અગાસી પરથી તે બાળક નીચે પડ્યું અને તત્કાલ મરી ગયું. તેની ખોપરી ફાટી ગઈ. બીજું બાળક ત્યાંથી પોતાના ઘરે નાસી ગયું. મૃત બાળકની માતાને તે બાળક ઉપર ભયંકર કાળ ચડી ગયો. ‘મારા બાબાને આ છોકરાએ મારી નાખ્યો તો હવે તેનો ટોટો હું પીસી નાખું ત્યારે જ મને શાન્તિ થશે.' આવો વિચાર મ તેને પ્રતિક્ષણ આવવા લાગ્યો. જ્યારે પેલા બાળકને જુએ, ત્યારે તેને થાય કે ‘હમણાં જ આને મારી નાખું: આની ગળચી દાબી દઉં ? પણ...આ બાઈ શ્રાવિકા હતી. તેથી તેને સાધ્વીજી મહારાજ પાસે જવાનો મહાવરો હતો. એક દી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ બાઈ સાધ્વીજી પાસે બેઠી. શ્રાવિકાના જીવનમાં ધર્મ શી રીતે ઉતારવો તે કામ સાધ્વીજી મહારાજનું છે. સાધ્વીજીઓ શ્રાવિકાઓના ગાઢ સંપર્કમાં હોય છે. સીધો સંબંધ હોવાથી વાતચીત દ્વારા તેના જીવનને તેઓ ખૂબ સુંદર ઓપ આપી શકે છે. મર્યાદા પૂર્વક સંયમ-જીવન જીવવા સાથે જો સાધ્વીજીઓ સુંદર પરકલ્યાણ કરે તો આજે જિનશાસન જયવંતુ થઈ જાય. ખૂનના વિચારો કરતી શ્રાવિકાએ સાધ્વીજીને પેટછૂટ્ટી સઘળી વાત કરી. સાધ્વીજીએ શ્રાવિકાને પૂછ્યું કે, ‘તું તે બાળકને મારી નાખીશ, તેથી શું તારું બાળક પાછું આવશે ત્રીજું કર્તવ્ય ક્ષમાપના || ૧૨૦ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy