________________
અષ્ટાનિકા
પ્રવચનો
|| ૧૦૬ ||
9 ජප ප ප බ ව දේව ය යයය යයය ය ය ය
(૧૩) કવિ માઘ
કરુણા અંગે થોડાંક અજૈન પ્રસંગો લઉં.
અબજપતિ માધ-કવિએ પોતાની તમામ સંપત્તિ ગરીબોને દાન દેવામાં ઉડાવી દીધી હતી. છેલ્લે આવેલા એક યાચકને એક પાઈનું પણ દાન દેવાની અશક્તિમાં આઘાત લાગ્યો. તેમાં પ્રાણપંખેરું ઊડી ગયું. (૧૪) નરસિંહ મહેતા
પોતાને પ્રાણપ્રિય કેદારો રાગ ગીરવે મૂકીને નરસિંહ મહેતાએ કોઈ ગરીબને, તેની કન્યાના લગ્નમાં મદદ કરી હતી. (૧૫) રામકૃષ્ણ પરમહંસ
ગરીબોની ઝૂંપડપટ્ટી, તેના નાગા-પૂગા બાળકો, હાડપિંજર દેખાતાં શરીરવાળા સ્ત્રીપુરુષોને જોઈને રામકૃષ્ણ પરમહંસે પોક મૂકીને ત્રણ કલાક સુધી રડ્યા કર્યું હતું. જ્યારે તેમના ભક્ત માથુરબાબુએ પુષ્કળ ખાવા-પીવાનું અને વસ્ત્રો લાવીને તે ગરીબોને વહેંચ્યું ત્યારે-તે જોઈને-આનંદવિભોર બનીને પરમહંસ નાચ્યા હતા.
WBG E
બીજું
કર્તવ્ય
સાધર્મિક
વાત્સલ્ય
(૧૬) સ્વામી વિવેકાનંદ
બંગાળના અતિ ભયાનક દુકાળ વખતે સ્વામીજીએ બંગાળમાં પડાવ નાંખ્યો હતો. તે વખતે તેમની સાથે અદ્વૈતવાદ ઉપર તત્ત્વ-ચર્ચા કરવા માટે આખી ટ્રેન ભરીને ભારતભરના ૬ | ૧૦૬ ॥ ધુરંધર પંડિતો ત્યાં આવ્યા. સ્વામીજીએ તેમની કડક શબ્દોમાં ખબર લઈ નાંખી કે આવા