________________
હવે સાધર્મિક ભક્તિ કરવી કઈ રીતે ? પત્નીએ કહ્યું કે, ‘વધુ કમાયા વિના ભક્તિ શી રીતે થાય ? અને જો વધુ કમાવવું હોય તો વધુ પૂણી બનાવવી પડે. વધુ પુણિયો બનાવાય અષ્ટાલિકા તો તેમાં વધુ સમય જાય અને તેથી હરહંમેશ થતાં ધર્મધ્યાનને ધક્કો લાગે. એ તો પરવડે જ
નહિ.'
|| ૯૪ || | છેવટે રસ્તો કાઢતાં પત્નીએ કહ્યું, ‘એક દિવસ હું ઉપવાસ કરું, અને એક દિવસ તમે ઉપવાસ કરો. આમ તે બચતમાંથી સાધર્મિક ભક્તિનો ઉત્તમ લાભ લઈ શકાય. તેમાં વધુ કમાવવા વગેરેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહિ થાય.'
પુણિયા શ્રાવકે ધર્મપત્નીની સલાહ વધાવી લીધી અને એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભક્તિનું કાર્ય શરૂ કરી દીધું.
‘જ્યાં આભ ફાટ્યું છે, ત્યાં થીગડું ક્યાં દેવાય ?’ આમ બોલવા કરતાં એક કુટુંબ તો સાચવો. દરેક સુખી માણસ એટલું કરે તો ય કેટલા બધાનું ભલું થશે ? શ્રીમંતો ઘણા છે. એક શ્રીમંત, એક કુટુંબને સાચવે તો ય કામ થઈ જાય. ભયંકર ગરીબી છે. તેની સામે સમૃદ્ધિ પણ ભરપૂર પડેલી છે. તે બન્નેનો પરસ્પર યોગ થાય તો ઉત્તમ કામ થઈ જાય.
(૧૦) જગડુશાહ રાજા વીરધવલ પછી વિશળદેવ થઈ ગયા. એક વખત ભયંકર દુકાળ પડ્યો. જગડુશાહે લગાતાર ત્રણેય વર્ષ સુધી દાનશાળાઓ ચલાવી. જગડુની દાન આપવાની રીત અનોખી હતી.
HE
બીજું
કર્તવ્ય
સાધર્મિક
વાત્સલ્ય
|| ૯૪ ||