________________
કલમો.. કલમનો સંદર્ભ ૧.પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી માણિક્યસાગરસૂરીજી મ.સા. પ. પૂ.ઉપા. શ્રી જ્ઞાનસાગરજી મ. ૨.પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીજી મ.સા.
૬.પૂ.ઉપા. શ્રી ક્ષમાસાગરજી મ. ૩. પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમસાગરસૂરીજી મ.સા. ૭. પૂ. આચાર્યશ્રી હંસસાગરસૂરીજી મ.સા. ૪. પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી દેવેન્દ્રસાગર સૂરીજી મ. ૮.પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.સા. આદિ અનેક પૂજય ગીતાર્થ
ગુરૂ ભગવંતો દ્વારા પરંપરાએ પ્રાપ્ત યોગ સંબંધી
અંગત નોંધપોથીમાંથી ઉદ્ભૂત.. જોગ સંબંધી કેટલીક કલમો અત્રે દર્શાવી છે. આ કલમો જોગ કરનારે પ્રસંગોપાત ઉપયોગમાં લેવી,તેમજ કેટલીક પ્રણાલીકા કે આચરણા ભિન્ન હોય તો સ્વ-સમુદાય કે ટુકડીના વડીલને પૂછી સ્વ-માન્યતાનુસાર કરવી..
ઉલ્કાલિક યોગે. 18 લઘુ યોગ(માંડલીના યોગમાં)
આવશ્યક + દશવૈકાલિક સૂત્રના (માંડલીના) જોગ પૂર્ણ કરી તે દિવસથી ઉત્કૃષ્ટ ૬ માસમાં વડી દીક્ષા કરવી, વડી દીક્ષા બાદ ઉત્કૃષ્ટથી ૬ માસમાં માંડલીના ૭ આયંબીલ કરી શકે છે.. જધન્યથી દશવૈકાલિક સૂત્રના ૪થા અધ્યયનની અનુજ્ઞા દિને ઉદેશ - સમુદેશ – અનુજ્ઞાની ક્રિયા કરાવાય પ્રથમ અનુજ્ઞા કરાવવી, બાદ અનુયોગ કરાવવો, પછી વડી દીક્ષા આપી શકાય છે.