________________
આઉત્તવાણય સંબંધી સૂચના..
આઉત્તવાવાળા જોગમાં કાંસુ - શીસ્ - સોનું - રૂ૫ - લોખંડ - પિત્તળ - તાંબુ - એલ્યુમીનીયમ - સ્ટીલ વિગેરે કોઈપણ ધાતુ, હાડકા - દાંત - ચામડું - રૂધિર - વાળ - રાખ - છાણ – ઘોડાની લાદ વિ. નો સવારની ક્રિયા કર્યા બાદથી લઈ, સાંજની ક્રિયા કરી એ ત્યાં સુધી સ્પર્શ કરાય નહી, જો તેનો સ્પર્શ થાય તો આલોયણા આવે.. આઉત્તવાણયમાં ‘એવમાદિ શબ્દથી ગાય - ભેંસ - બકરી - બળદ - ઘોડા - હાથી વિ. સર્વે પંચેન્દ્રિય તિર્યંચના છાણ તથા તેની બળેલી રાખ સમજવી. ભીંત કે અન્ય ચીજવસ્તુમાં જડેલી અથવા છુટ્ટી ઉપરોક્ત બતાવેલ આઉત્તવાણયની વસ્તુ સ્પર્શ થતાં ગણતરીમાં આવે છે, પરંતુ તેનો અનંતર જ સ્પર્શ ગણાતો હોવાથી તેની ઉપર કપડાના પાટા આદિથી આચ્છાદિત (લપેટાયેલી વસ્તુ હોય, તો આઉત્તવાણય લાગતું નથી. (આલોચના આવતી નથી). આઉત્તવાણય લીધા બાદ ગમનાગમન કે સામુદાયિક કાર્ય પ્રસંગે જોગીને ઉપરોક્ત વસ્તુને અડકવાનો અવસર આવે, તો આડું કપડું એટલે કે હાથમાં કપડું રાખી તે વસ્તુનું આદાન-પ્રદાન કરે... પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે જોગમાં કાપ કટ્ટાય નહી, કદાચ; આઉત્તવાણવાળાને જોગમાં, વડીલ આદિનો કાપ કાઢવો પડે તો કાષ્ઠ (લાકડાના પાત્ર) પરાત - પાત્રમાં કાઢે અથવા તો સવારની ક્રિયા પહેલાં અથવા સાંજની ક્રિયા પછી, ધાતુ નિર્મિત વાસણમાં કાપ કાઢે, તો આઉત્તવાણય નથી લાગતું, પરંતુ કાપની આલોચના તો લેવી જ પડે વ્હોરવા કે થંડીલ માટે સંઘટ્ટો લઈને જાય ત્યારે વસતિથી ૧૦૦ ડગલાંની બહાર આચારિક અને જોગીની વચ્ચે પંચેન્દ્રિયની આડ પડે તો સંઘટ્ટો જાય છે ૧ જોગી + ૨ આચારિક કુલ - 3 હોય તો આવું ન પડે. ગણિવર્યાદિ પદસ્થ ૧ વ્યક્તિ હોવા છતાં ૨ આચારિક ગણાય. ૧ પદસ્થ + ૧