SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકની સૃષ્ટિનું રંગબેરંગી દૃશ્ય... અસાર સંસારમાં પરિભ્રમણ કરતાં જીવો સુખ અર્થે સદાકાળ અતૃપ્ત હોય છે, ‘મૃગજલવત્’ પૌદગલિક પદાર્થમાં સુખ ન હોવા છતાં, તેમાં સુખાભાસને સુખ માની બેસે છે, તે સંબંધી તેમને સત્યજ્ઞાન ન હોવાના કારણે પ્રવૃત્ત બને છે, જગમાં ક્યારેય કોઈ સામાન્યતયા આત્મા, સ્વપ્રતિ અજ્ઞાનદશા કે નિર્બુદ્ધિનો અહેસાસ કરતો નથી, પરંતુ સર્વજ્ઞ-સર્વદર્શી આત્મા દ્વારા તેના પરિણામ આશ્રિત વિચારણાથી મૂલમાં ભૂલ છે તેમ કથન કરે છે, શાસ્ત્રકાર અને શાસ્ત્રની તે વાત જ્યારે શ્રવણ-મનન-ચિંતન-પરિશીલનના માધ્યમે સમજાય છે, ત્યારે સમ્યજ્ઞાનની જીજીવિષા પ્રગટે છે, તે જીજીવિષા અને જીજીવિષા પાલનનો ભાવ તે મોક્ષમાર્ગ છે. એટલે જ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રનું સંયોજન મોક્ષમાર્ગ કહેવાય છે. વિશ્વમાં અજ્ઞાન અને સમ્યક્ત્તાન વચ્ચે ચર્મચક્ષુથી દેખીતો કોઈ તફાવત વ્યવહારમાં જણાતો નથી, ઘટ-પટાદિ પદાર્થો કે ગાય-અશ્વાદિ અંગે અજ્ઞાની અને સમ્યક્ત્તાની બેઉના સંબોધનમાં ફર્ક નથી, ફર્ક માત્ર તેના પરિણામને અનુલક્ષીને વિચારણામાં છે, અજ્ઞાનીને સમ્યક્વાતોય પરિણામથી મિથ્યારૂપે પરિણમે છે, સમ્યજ્ઞાનીને અજ્ઞાનીની વાતોય સમ્યક્બોધરૂપે પરિણમે છે, બસ; તે જ સમ્યક્ પરિણામવાળી બુદ્ધિને ઘડ્યા-બનાવવા કે ફળદ્રુપ કરવા યોગોહનની પ્રણાલીકા પ્રસિદ્ધ છે. શ્રમણોપાસક (શ્રાવક) વર્ગને નવકારમંત્રથી માંડી તમામ આવશ્યક ક્રિયાના સૂત્રોને ગણવા કે ભણવા અર્થે ગુરુ ભગવંતના પરમ સાનિધ્યમાં શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધાદિ છ ઉપધાનની આરાધના કરાય છે, તે કરીને આત્માને યોગ્ય બનાવવામાં આવે પછી જ અનુજ્ઞા અપાય છે. (હાલમાં જીતકલ્પની આચરણામાં તો બાલ્યકાળે નવકારમંત્રાદિને ભણાવવામાં આવે છે, શક્તિ સંપન્ન થયે તે ઉપધાન કરવા દ્વારા તે ઋણ પૂર્ણ કરી આપે અર્થાત્ યોગ્યતા કેળવી લે.. આવો અધિકાર - મહાનિશીથ સૂત્રનો સંબંધ લઈ - આચાર દિનકરમાં બતાવેલ છે.) તેમજ જ્ઞાનાચારના અતિચારમાં ‘અવિધિએ યોગોપધાન કીધા-કરાવ્યા, ‘વાળે’ શબ્દથી ‘સાધુ યોગ હીન અને શ્રાવક ઉપધાનહીન' ન ભણે તેવી બાબત શાસ્ત્રની પંક્તિથી ફલિતાર્થ થાય છે, ગુરુ ભગવંતની નિશ્રાએ, વિધિપૂર્વક, તપસ્યાદિ દ્વારા સૂત્ર આરાધનામાં ઉદ્યમવંત બનવાની, આચરણાનો અધિકાર સ્પષ્ટરૂપે જણાય છે. સાધુપણુ મળવામાત્રથી શાસ્ત્ર વાંચવા-ભણવાની છૂટ મળી જતી નથી, યોગાદિક વહન કરી યોગ્યતા પ્રાપ્ત કરેલ, અમુક વર્ષના પર્યાયે અમુક જ આગમ ભણવાની મર્યાદાનુંસાર જ અધિકૃત બનવાનું છે, જેમાંય શ્રમણીગણનો અધિકાર પ્રત્યેક શાસ્ત્રોમાં શ્રમણભગવંતોની પરંપરામાં તુલ્ય નથી, તો પછી તેવા રસાયણતુલ્ય શાસ્ત્રોના પઠન-પાઠનની છૂટ શ્રાવકોને ક્યાંથી હોય ? કેમકે એક ગુજરાતી સુક્તિ છે કે, ‘મુલ્લાંની દોડ મસ્જિદ સુધી’ જેવો ઘાટ બને. મતલબ કે II અજવાળું દેખાડો; અંતર દ્વાર ઉઘાડ઼ો II
SR No.600348
Book TitleBruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages42
LanguageSanskrit
ClassificationManuscript
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy