SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નંદાવર્ત આલેખન એ ગૃહસ્થની ક્રિયા છે. કેશર ઘોળતાં, નંદાવર્તાદિ કરતાં પરિવારજનો-સ્વજનો પોતાના ભાવોને ભેળવે છે. સંસારની આંટીઘૂંટીમાં અમે ફસાયા છીએ. બહાર નથી નીકળી શકતા, અભાગીયા છીએ. તમો મહાભિનિષ્ક્રમણ કરી રહ્યા છો. ધન્યવાદને પાત્ર છો. શુદ્ધ સંયમનું પાલન કરજો.. આત્મશુદ્ધિના માર્ગે આગળ વધજો. અમો પણ જલ્દી આમાંથી છૂટીએ.” ઇત્યાદિ શુભ ભાવનાઓથી વસ્ત્રો વાસિત થાય... શુભ ભાવનાઓ ભવાતી હોય, મંગળ ગીતો ગવાતા હોય, ઢોલ-શહનાઈ વાગતી હોય. આથી ગૃહસ્થોને શુભ ભાવોનું નિમિત્ત બને. ચાર ગતિમાંથી છૂટવા માટે દીક્ષાના કામ છે માટે દીક્ષાના બધા જ કામ ગૃહસ્થ કરે. પ્ર. વર્ષીદાનમાં પૈસા અને તેની સાથે બદામ-ચોખા ઉડાડવાનું કારણ શું? ઉ. ચોખા, પૈસા, બદામ સિવાય કોઈપણ વસ્તુનું વર્ષદાન કરાય જ નહીં. પ્રીતિદાન-અનુકંપાદાન વગેરેમાં બધું જ આપી શકે છે. વર્ષીદાનમાં નહીં. તીર્થંકર પરમાત્માનું અનુકરણ કરવાનું નથી. પરમાત્માનો કલ્પ જુદો છે. આપણે આગમ અનુસારી જિતકલ્પ પ્રમાણે ચાલવાનું છે. વર્ષીદાનમાં કોઈને કાંઈ આપવાની ભાવના નથી. પરંતુ ફેંકી દેવાનો ભાવ છે. પૈસા એટલે સઘળાય સંસારનું મૂળ અર્થ વાસના છે. અર્થ મહાઅનર્થકારી છે. આ વાસનાના કારણે જ આત્માનું દુઃખમય ભવભઋણ ચાલે છે. જગતના જીવોને બતાવવાનું છે કે આ પૈસો - અર્થ રાખવા જેવો નથી. ફેંકી દેવા જેવો છે. જેમ નકામા કચરા જેવી વસ્તુ ફેંકી દીધા પછી શું થાય છે તે વિચારતા નથી તેમ પૈસા ફેંકી દીધા પછી શું થાય છે, કોના હાથમાં આવે છે ? તે મુમુક્ષોએ વિચારવાનું નથી, કોણા હાથમાં આવ્યું, તે વિચારમાત્રથી તે ભાવમાં સહજ ભાવે પરિવર્તન આવે ફોર્મ-જુસ્સો મંદ પડી જાય છે. પ્રાચીન કાળમાં બદામ નાણાં તરીકે વપરાતી હતી. આઠ બદામની એક પાઈનું ચલણ હતું. તે કાળમાં પૈસાના સ્વરૂપે બદામ વર્ષીદાનમાં પ્રવેશી પછી પરંપરામાં વિહિત થઈ. નાણાં-પૈસા અને ચોખા સિવાય અન્ય કોઈ વસ્તુ વર્ષીદાનમાં અપાય નહીં. સંસારના પ્રતીક સ્વરૂપ કંચન-કામિનીના ત્યાગના પ્રતીક રૂપે પૈસાનું વર્ષીદાન આપવાનું છે.
SR No.600348
Book TitleBruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages42
LanguageSanskrit
ClassificationManuscript
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy