SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અંતમાં, સમસ્ત નવસારી સંઘામાં ચાતુર્માસકતાં પૂજયો તથા તપોવન સંસ્કારધામમાં ચાતુર્માસ બિરાજીત મુનિશ્રી રાજરક્ષિત વિજયજી મ. સમત પ0થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોનું સામુહીક ચાતુર્માસ પરિવર્તન થયું. ચાતુર્માસ પરિવર્તન સ્થળે શ્રી શત્રુંજયની ભાવયાત્રા થઈ કાર્તિકી પૂનમનો મહિમા પૂજ્યશ્રીએ પ્રવચનમાં વર્ણવ્યો. તેમજ શિયાળામાં ગરીબો માટે ‘ધાબળા વિતરણ' માટે સારું એવું ફંડ એકત્રિત થયું. કાર્યક્રમ બાદ સ્વામિવાત્સલ્ય થયું. આમ અમારા માટે ચાતુર્માસ ખૂબ યશસ્વી, ઐતિહાસિક તથા આરાધનામય બન્યું.. ચાતુર્માસને સફળ બનાવવા અમારા શ્રી સંઘના ટ્રસ્ટીવર્યોકારોબારી કમિટી તથા કાર્યકર્તાઓએ જે ખડે પગે સેવા અપ પૂર્ણ પ્રયાસ કર્યો છે તેથી તે સર્વના ઋણી છીએ. ઉપરોક્ત હેવાલ માત્ર શાબ્દિક રૂપે અહીં ઉલ્લેખ કર્યો છે. કદાચ તેના વાસ્તવિક ભાવોનું ચિતરામણ કરવામાં આવે તો સ્મૃતિગ્રન્થ તૈયાર થઈ જાય. બસ, આ તો ‘ગમતું ગુજવે નવિ ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ'ની મુક્તિને ચરિતાર્થ કરી છે. શાસનદેવને એક જ પ્રાર્થના છે કે પ્રભુ આવી શાસન પ્રભાવના વારંવાર નજરે નિહાળવા બડભાગી બનીએ. એટલું જ નહીં, તેમાં અચૂક નિમિત્ત બનીએ. - શ્રી આદિનાથ જૈન સંઘ વતી પં. કનુભાઈ એફ. દોશી. નવસારી પ્રભુની શોધ માટે શક્તિનો વહેતો ધોધ એનુ નામ છે ચોમ - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુકૃતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા
SR No.600348
Book TitleBruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages42
LanguageSanskrit
ClassificationManuscript
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy