SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ I તારી દયાથી મળ્યું મુજને, એ છે સઘળું તારું II ગ્રન્થની ઉપયોગિતા - આ ગ્રંથનો વિશેષતઃ ઉપયોગ તેઓ જ કરી શકે છે કે જેઓ યોગોહન કરી-કરાવી શકતા હોય, તેમાં પણ મુખ્યતયા અધિકારી પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, પંન્યાસ પ્રવરી, ગણિવર્યશ્રીઓ તથા શ્રી મહાનિશીથાદિ સૂત્રના યોગદ્વહન કરેલા મુનિપંગુવો છે. તેમજ જોગ કરવાની અભિલાષાવાળા શ્રમણ-શ્રમણી ભગવંતોનો પણ સમાવેશ થાય છે. ગ્રન્થસ્થની ભાવના -યોગદ્વહન દરમ્યાન કાલિક-ઉત્કાલિક યોગની ઘણી-ઘણી મર્યાદા તથા કાલગ્રહણાદિની ક્રિયાઓ કાળબળના પ્રભાવે સ્મૃતિપટ્ટ પરથી વિસ્મૃત થવા લાગી. તર્કવાદના પ્રવેશથી તાર્કિકતા થવા લાગી. ગુરૂકુલવાસ તથા ગુરૂ પરંપારની આમ્નાય ઘટવાથી કાળક્રમે ભિન્ન-ભિન્ન વાતો પ્રવર્તમાન થવા લાગી. જેથી ભવિષ્યમાં આ મતભેદો મનભેદમાં પરિણમી, જિનશાસનના ખંડ-ખંડ ન કરી દે, તે આશયથી ગ્રન્થસ્થ કરવાની ભાવના અનિવાર્ય જાણી, સ્વ-સમુદાય અને સ્વ-સમાચારી અનુસાર આ ગ્રન્થ ભાવિકાળમાં શ્રમણ સંસ્થામાં દીવાદાંડીની ગરજ સારશે. તેમ સમજી પ્રાચીન ‘બૃહ યોગ વિધિ'ના પુસ્તકને વર્તમાન જીવોના યોપશમને આશ્રી વિસ્તૃત-વિવેચન સાથે અમારી સંસ્થાના પ્રેરક પૂ. આચાર્યશ્રી હેમચન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી પૂર્ણચન્દ્રસાગરજી મ.સા. (હાલ-આચાર્ય) અતિ પરિશ્રમ કરી, સમજવામાં મુશ્કેલ ન પડે તેવી સરળ ભાષામાં તૈયાર કરી આપી બદલ પૂજ્યશ્રીના ઋણી છીએ. અમારી આર્થિક સમસ્યાને હલ કરવામાં શ્રી આદિનાથ જૈન સંઘ-કાનજીવા ડી-નવસારીનો સહયોગ પ્રાપ્ત થયો છે તથા મુદ્રણ કાર્ય કનક પરીખ, નેમ-પ્રભા ગ્રાફીક્સ, સુરત દ્વારા કાર્ય પૂર્ણ થયેલ છે, તેથી સૌનો આ કા!! નાભિાર વ્યક્ત કરીએ છીએ, - શ્રેયસ કે. મરચન્ટ II પ્રકાશનની પગથારે.. .
SR No.600348
Book TitleBruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages42
LanguageSanskrit
ClassificationManuscript
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy