________________
गंगाए वालुअं जो, मिणिज्ज उल्लिंचिउण य समत्थो । हत्थउडेहिं समुंद्द सो नाणगुणे भणिज्जाहि ॥
ગંગાનદીના તટ પરની રેતીના કણેકણને માપવા (ગણવા) જે સમર્થ છે, ને જે અગાધ સમુદ્રના પાણીને બે હાથ વડે ઉલેચી નાખવા સમર્થ છે, તે જ જ્ઞાનના ગુણો (મહત્તા) કહેવા સમર્થ છે. (અર્થાત્ શ્રુતજ્ઞાનની મહત્તાનું માપ કાઢવું અશક્યપ્રાય: છે.)