SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ માંડ્યો. આમ વિહાર કરતાં કરતાં તેઓ પાટણ આવી ગયા. હજી પાટણથી ઉના ઠીક ઠીક છેટું હતું. એટલે ઝડપથી આગળ વધ્યા વિના બીજો ઉપાય ન હતો. પાટણમાં પગ મૂકતાં જ સેનસૂરિજી ગુરૂદેવની તબિયતના સમાચાર મેળવવા તલસી રહ્યા હતા. તે વખતે ટપાલ વ્યવહાર ન હતો ખેપીઆઓ કાગળ લઈ જતા ઊનાથી પાટણ સમાચાર આવતાં સહેજે ૧૦-૧૫ દિવસ નીકળી જાય. તેમને થયું. “પાટણ મોટું શહેર છે. છે ત્યાં ખેપિયા હંમેશ આવતાં હશે. તેથી સમાચાર મેળવવા દોડધામ કરતાં તેઓ ઉપાશ્રયે થT પહોંચ્યા. ગામ આખું ય સૂમસામ દેખાયું. ઉપાશ્રયમાં જોયું. તો સંઘ દેવવંદન કરતો હતો. આ જોઈને તેમને ગભરાટ થયે. મનમાં ફડફડાટ થયા કે, આ દેવવંદન શાનું? તેમણે છેલ્લે બેઠેલા એક શ્રાવકને બહાર બેલા, તેને પૂછયું કે આ દેવવંદન શા માટે કરવામાં આવે છે? શ્રાવક–ગુરૂદેવ હીરસૂરિજી ગયા ! સેનસૂરિજી-હેં ! ગયા ? . આ સાંભળતાં જ તેમનાં હદયને જોરદાર આઘાત લાગ્યો. તેઓ અર્ધબેભાન જેવા થઈ ગયા. તેઓ કલ્પાંત કરવા લાગ્યા. એ અતિ કરૂણ કલ્પાંત એક જ વાતનું હતું ! બસ, ગુરૂદેવ ગયા ! મારી ઈચ્છા પૂર્ણ ન થઈ ! હું કે દુર્ભાગી નીવડ્યો ત્યાં પહોંચી કેમ ન શકે ?
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy