________________
પર્યુષણ પર્વના કર્તા ૧ લે
કર્તવ્ય અમારિ પ્રવર્તન
દિવસ
1 વગર આશરો આપ્યો. પછી બધું ઠીકઠાક કરીને સ્વસ્થ થઈને બહાર નીકળ્યો. બહાર તો
ધમાલ મચી ગઈ હતી. પોલિસોની દોડધામ ચાલુ હતી. તે ઉપાશ્રયે ગયા તો ત્યાં પિલિસો બધું ફંદાકુંદ કરતા હતા. પોલિસે પૂછવા લાગ્યા, “ઓલિયા કહાં હૈ? આલિયા કહાં હૈ ? તુમને છૂપાયા હૈ.” એમ કહી જે તે શ્રાવકને પોલિસે મારતા હતા.
ત્યાં પેલા ખરતરગચ્છના ભાઈ પહોંચ્યા. તેણે પોલિસને કહ્યું, “ઓલિયા તો કોઈ ભકત કે ઘરમેં હોગા. ચલે, સબ ભકર્તાકા મકાન બતા” તે હતો ખરતરગચ્છનો માણસ. તેણે પોલિસને ભકત-શ્રાવકો જ્યાં રહેતા હતા તે ઘર બતાવ્યાં. “દેખો, યહ ઉસકા ભકતકા મકાન હૈ અબ યહાં દેખો.” આમ કેટલાય ઘર બતાવ્યા, પણ હીરસૂરિજી હોય તો મળે ને ?
આમ પેલાએ કેટલાય ઘર બતાવ્યો, તે તપાસી તપાસીને સિપાઈઓને થકવી નાખ્યા. પેલા a બિચારે ખૂબ થાકી ગયા. પછી આગળ ચાલતાં એક ઘર આવ્યું તે સિપાઈઓએ પૂછયું. જો “યહ ઘર કિસકા હૈ?'',
- ભાઈ: સાબ; યહ ઘર તો મેરા હૈ, ચલે ઈધર ભી તલાસ કર લો. મેરા ઘર હુઆ તો ક્યા હો ગયા?”
સિપાઈ નહિ નહિ, તુમારે ઘરમેં યહ ઓલિયા સે હો સકતા હૈ? તુમ તો હમકે
9