________________
[૨૩]
* વિશિષ્ટ પ્રકારની વ્યકિત ધર્મ કરે તે તેની અસર વધુ થાય. કોઈ ખ્યાતનામ જૈન ડોકટર જિનપૂજા કરે અને તમે પૂજા કરો તેમાં ફરક છે કે નહીં ? બીજાની દૃષ્ટિએ ઘણે ફરક પડશે. લોકો કહેશે કે, “અહો ! આવા મોટા ડોકટર ! અને તે પૂજા કરે છે? અહો ! આ જૈન પ્રધાન રાત્રિભોજન કરતા નથી. પાંચમને ઉપવાસ કરે છે ! ધન્ય છે તેમને.” વિશિષ્ટ સ્થાન ધરાવનાર વ્યકિતઓ ધર્મ કરે, પૂજા કરે, ઉપવાસ કરે, સામાયિક વગેરે કરે તેની અસર ઘણી પડે છે. હકીકતમાં તેમનો પ્રભાવ એવો પડી જાય છે કે લોકોને તે ધર્મ પ્રત્યે પણ ખૂબ માન ઉત્પન્ન થાય છે. પ્રધાન, વકીલ, ડોકટર વગેરે આજના સમાજમાં વિશિષ્ટ વ્યકિત ગણાય છે. આ વિશિષ્ટ કક્ષાને કારણે તેમના દ્વારા વધુ શાસનપ્રભાવના થઈ શકે છે.
ડોકટર ઉપધાન કરતા હોય તે લકે કહેશે, “અહો ! આપણા મોટા ડોકટર સાહેબ ઉપધાનમાં બેઠા છે.” આવી વિશિષ્ટ વ્યક્તિની અપેક્ષાએ ધર્મ પ્રભાવના સારી થાય છે.
શાસનપ્રભાવનાની વિધી છે; શાસનની અવહેલના. જાણતાં કે અજાણતાં શાસનનું લાઇવ પેદા કરવું તેને શાસનની અવહેલના કહે છે. જે અપેક્ષાએ શાસનની પ્રભાવના મોટામાં મોટો
ધર્મ છે તો તેની બરાબર વિરોધી શાસન-હીલના” ને મોટામાં મોટું પાપ કહેવું જોઈએ. 8 હરિભદ્રસૂરિજી આચાર્ય કહે છે કે, “અજાણતાં પણ જે શાસનની નિંદા, અવગણના થઈ જાય
[૨૩]
છે