SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહ્યaa) શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વમલક્ષણપાઠકને એટલે સ્વમોનું ફળ કહી શકે તેવા પંડિતને બેલાવી લાવે.. ૬૫ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપર કહ્યા એ પ્રમાણેને હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષે રાજી થયા અને તેમનું હૃદય પ્રફુલ્લિત થયું તથા તેઓ બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બાલીને રવીકારે છે. એ પ્રમાણે રાજની આજ્ઞાને સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તેઓ કંડગ્રામ નગરની વચ્ચોવચ્ચે થતા જ્યાં વમલક્ષણપાઠકનાં ઘરો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વમલક્ષણપાઠકોને બોલાવે છે. ૬૬ ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુએ બાલાવેલા તે રમલક્ષણપાઠકે હર્ષવાળા થયા, તોષવાળા થયા અને યાવતું રાજી રાજી થવાથી તેમનું હૃદય વેગવાળું બન્યું. તે વમલક્ષણપાઠકો ન્હાયા, બલિકર્મ કર્યું, તેમણે અનેક કૌતુકો એટલે ટીલાટપકાં અને મંગલ કર્મો–પ્રાયશ્ચિત્ત કર્યા. પછી તેમણે ચેકમાં અને બહાર જવાનાં એટલે રાજસભા વગેરેમાં જવા સારા પહેરવા જેવાં મંગલપ ઉત્તમ વસ્ત્રો પહેર્યા, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારે... મેધાં ઘરેણાં પહેરીને તેઓએ શરીરને શણગાર્યું અને માથા ઉપર ધેળા સરસવ તથા ધરોને શુકન માટે મૂકીને તે વમલક્ષણપાઠકો પોતપોતાના ઘરમાંથી બહાર નીકળે છે. તથાZJ])) , ના. ૩. વિ. બરિસસૂિત્ર-૮૪
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy