________________
ચોકખાં પાણી વડે કલ્યાણકારી ઉત્તમ રીતે સ્નાનવિધિ પ્રમાણે સ્નાન કરાવવામાં કુશળ પુએ નવરાત્રે તથા ત્યાં નાતી વખતે બહુ પ્રકારનાં રક્ષા વગેરેનાં સેંકડો કૌતુક તેના શરીર ઉપર કરવામાં આવ્યાં. એ રીતે લ્યાણકારી ઉત્તમ પ્રકારને સ્નાનવિધિ પૂરો થતાં ચૂંછડાંવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગેછો વડે તેના શરીરને લઇ નાખવામાં આવ્યું. પછી તેણે ચોકખું, કયાંય પણ ફાટયા તુટયા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ્ત્ર એટલે ધોતિયું પહેર્યું, શરીર ઉપર સરસ સુગંધિત ગશીર્ષ ચંદનને લેપ કર્યો. પવિત્ર માળા પહેરી તથા શરીર ઉપર કેસર મિશ્રિત સુગંધિત ચૂર્ણ છાંટયું, મણિથી જડેલાં સેનાનાં અભૂષણો પહેર્યા એટલે અઢાર સરવાળા હાર, નવસરો અર્ધહાર, ત્રણ સરવાળું ડોકિયું. લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરો વગેરે પહેરીને એ સુશોભિત બન્ય, વળી. તેણે ડોકમાં આવનાર તમામ ઘરેણાં પહેર્યા, આંગળીમાં સુંદર વીંટીએ પહેરી, ફૂલો ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમકડાં અને બીજુબંધ પહેરવાથી તેની બન્ને ભુજાઓ સજ્જડ થઇ ગઈ; એ રીતે તે. અધિકપને લીધે શોભાવાળા બન્યા, કુંડળા પહેરવાથી મુખ ચમકવા લાગ્યું, મુગટ મૂકવાથી માથું દીપતું થયું, હૃદય હારથી ઢંકાયેલું હોઈ તે સવિશેષ દેખાવડું થયું, વીંટીઓ પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી. આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાને બેસ પોતાના અંગ ઉપર સરસ રીતે નાખ્યું અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે નિપુણ
સં. ના રૂ. વિ. lan Educatioખારસાસૂત્ર-૮૦
Polly