________________
ચટ્ટીશ્રી)
|ષણિદ્વી8િ)
કમળવેલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્ર દોરેલાં છે તથા એમાં ગંધ ગાઈ રહ્યાં છે, અને વાજાં વગાડી રહ્યાં છે તેથી એમના અવાજેથી એ પૂરેપૂર ગાજતું દેખાય છે. વળી, પાણીથી ભરેલા વિપુલ મેધની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુંદુભિના મોટા અવાજવડે જાણે આખાય જીવલેકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળા અગર, ઉત્તમ કંદરૂ-કિન્નરૂ, તુરકી ધૂપ વગેરે બળતા ધૂપને લીધે મધમધી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઊજળી પ્રભાવાળું, દેવોથી શોભાયમાન, સુખોપભેગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન તે ત્રિશલાદેવી બારમાં સ્વપ્નામાં જુએ છે. ૧૨
૪૬ ત્યાર પછી. માતા ત્રિશલા તેરમે સ્વપ્ન તમામ પ્રકારના રત્નોના ઢગલાને જુએ છે. એ ઢગલા ભેંતળ ઊપર રહેલા છે છતાં ગગનમંડળના છેડાને પોતાના તેજથી ચકચકિત કરે છે, એમાં પુલક, વજ, ઈંદ્રનીલ, સાગ, કર્કેતન, લોહીતાક્ષ, મરક્ત, મસારગલ્લ, પ્રવાલ, રફટિક, સીગંધિક, હંસગર્ભ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રત્નોને રાશિ સરસ રીતે ગોઠવાયેલ છે, રત્નાને એ ઢગલે ઊંચે મૈપર્વત જેવો લાગે છે, એવાં રત્નના રાશિ-ઢગલાને તે ત્રિશલા દેવી તેરમે સ્વપ્ન જુએ છે. ૧૩
૮૭ પછી વળી. ચૌદમે સ્વપ્ન માતા ત્રિશલા અગ્નિને જુએ છે. એ અગ્નિની જવાલાએ ખુબખુબ ફેલાયેલ છે તથા એમાં ધોળું ઘી અને પીળાશ પડતું મધ વારંવાર
रियाणा
સ. ના. ૩. વિ. બારસાસૂત્ર-૬૪
din
tintino
Pole Day
waarom