________________
શોભાવડે ઉત્તમ છે, તથા તમામ ઋતુનાં સુગંધી ફૂલેની માળાઓ એ કળશના કાંઠા ઉપર મુકેલી છે એવા સપાના પૂર્ણકલશને તે માતા જુએ છે. ૯ - ૪૩ ત્યાર પછી વળી, પદ્મસરોવર નામના સરોવરને માતા દસમાં સ્વમમાં જુએ છે, એ સરોવર, ઉગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં-સહસ્ત્રદલ -મેટાં કમળાને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળાનાં રજકણે પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરોવરમાં ચાર કોર જળચર જીવો ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું, લાંબું, પહોળું અને ઊંડું એ સરોવર સૂર્યવિકાસી કમળા, ચંદ્રવિકાસી કુલ, રાતાં કમળા, મોટાં કમળા, ઊજળાં કમળ, એવાં અનેક પ્રકારનાં કમળાની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શોભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય એવું દેખાય છે. સરોવરની શોભા અને ૫ ભારે મનહર છે, ચિત્તમાં પ્રમાદ પામેલા ભમરાઓ, માતેલી–મત્ત–મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળો ઉપર બેસી તેમને રસ ચૂસી રહ્યાં છે એવા એ સરોવરમાં મીઠા અવાજ કરનારા કલહંસા, બગલાંઓ, ચક્રવાકે રાજહંસ, સારસો ગર્વથી મસ્ત બનીને તેના પાણીનો ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરનાં પાણીનો હશે હોંશે ઉપયોગ કરે છે એવું એ સરોવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલા મોતી જેવાં
સં. ની. રૂ. વિ. બારસાસૂત્ર-૬ ૦
L
innal
POPU
www.am