SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધોળાં તથા સુંવાળાં, વળી, પવનને લીધે લહેરખીઓ લેતાં જેને માથે મેરપીંછાં વાળની પેઠે શોભી રહ્યાં છે એવા ધ્વજને માતા આઠમે સ્વપ્ન જુએ છે, એ ધ્વજ અધિક શોભાવાળા છે. જે ધ્વજને મથાળે-ઉપરના ભાગમાં-ફટિક અથવા તેડેલા શંખ, એકરત્ન, મેગ, પાણીનાં બિંદુઓ અને રૂપાનો કળશ એ બધાની જેવા ધેાળા રંગને શોભતે સિંહ શોભી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતળને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવો દેખાય છે એ એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણા મોટા છે અને માણસને એ ભારે દેખાવા લાગે છે. ૮ | ૮૨ ત્યાર પછી વળી, ઊત્તમ કંચનની જેવા ઊજળા પવાળા, ચકખા પાણીથી ભલો, ઉત્તમ, ઝગારા મારતી કાંતિવાળા, કમળાના જસ્થાથી ચારે બાજુ શોભતે એવો રૂપાને કળશ માતાને નવમે સ્વપ્ન દેખાય છે તમામ પ્રકારના મંગલના ભેદો એ કળશમાં ભેગા થયેલા છે એ એ સર્વ મંગલમય છે. ઉત્તમ રત્નોને જડીને બનાવેલા કમળ ઊપર એ કળશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશખુશ થઈ જાય છે એ એ રૂપાળા છે, વળી, એ પોતાની પ્રજાને ચારે કોર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને બધી બાજુએ ઊજળી કરી રહ્યો છે, પ્રશરત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણ વિનાને છે, શુભ છે, ચમકિલો છે, SUBS) સં. ના. રૂ. વિ. Jain Educationમારસાસૂત્ર-પ૭ Fam ily www .m
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy