________________
રાતદિવસ ચાલતો હતો, તે ચાશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતને છેડો અને પાછલી રાતની શરૂઆત થતી હતી એ સમયે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ આવતાં હિતાનુંકમ્પક એવા હરિણેગમેલી દેવે શક્રની આજ્ઞાથી માહણકુંડગ્રામ નગરમાંથી કંડાલ ગેત્રના રિષભદત્ત બ્રાહ્મણની ભારજ જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી ભગવંતને ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાતવંશના ક્ષત્રિયોમાંના કાશ્યપગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજ વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં લેશ પણ પીડા ન થાય એ રીતે બરાબર ગોઠવી દીધા.
- ૩૧ શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ ‘હું લઈ જવાઈશ’ એમ તેઓ જાણે છે, ૨ ‘હું લઈ જાઉં ” એમ તેઓ જાણતા નથી અને ૩ “ લઈ જવાઈ ચૂકયો’ એમ તેઓ જાણે છે.
૩ર જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગેત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવો દીધા તે રાત્રે એ દેવાનંદા માહણી પોતાની પથારીમાં સૂતી જાગતી ઉંધતી ઉંધતી પડી હતી અને તે દિશામાં એણીએ પોતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં શોભાવાળાં એવા ચૌદ મહા રવમો ત્રિશલા ક્ષત્રિયાણી હરી ગઇ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચૌદ સ્વમો ઓ પ્રમાણે છે. હાથી,
સ, ના. રૂ. વિ. as such બરસાસૂત્ર-૪૦
Farmonal
Day