________________
સં. ના. રૂ. વિ. Fain toucation રસસૂત્ર-૩૭
અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે એટલે પરિવાર સહિત દેવાનંદા માહણી ઉપર ઘેનનું ધારણ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં મૂકીને ત્યાં રહેલાં અવચ્છ પરમાણુ-પુદ્ગલાને દૂર કરે છે, દૂર કરીને ત્યાં સ્વચ્છ પરમાણુ-પુદ્ગલાને ફેંકે છે–વેરે છે–ફેલાવે છે, એમ કર્યા પછી ‘ભગવાન્ ! મને અનુજ્ઞા આપે' એમ કહી પોતાની હથેળીના સંપુટ દ્વારા શ્રમણ ભગવંત મહાવીરને કોઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણુ કરે છે, એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરીને જે બાજું ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી રહે છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવીને પરિવારસહિત ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઉધના ધારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ પુદ્ગલાને દૂર કરે છે, અસ્વચ્છ પરમાણુ પુદ્દગલાને દૂર કરીને સ્વચ્છ પરમાણુ પુદ્ગલાને ફેંકે છે–વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભ છે તેને પણ જાલંધર ગાત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે, આ રીતે બધું બરાબર ગોઠવીને તે દેવ, જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશા તરફ પાછા ચાલ્યા ગયા.
૨૮ હવે જે ગતિથી આવ્યા હતા, તે ઉત્તમ પ્રકારની, ત્વરાવાળી, ચપળ, વેગને
For Pemonal & Povate Use Only
www.39brary.org