________________
t
)
- ર તે કાલે તે સમયે જ્યારે ઉનાળા-ગ્રીષ્મનો ચોથો મહિના અને આઠમા પક્ષ (આઠમું પખવાડીયું) એટલે અષાઢ મહિનાના શુકલપક્ષ (અજવાળીયું) ચાલતો હતે, તે અષાઢ શુકલછઠને દિવસે સ્વર્ગમાં રહેલા મહાવિજય પુષ્પોત્તર પ્રવરપુંડરીક નામના મહાવિમાનમાંથી ચવીને શ્રમણ ભગવાન મહાવીર માહણકુંડગામ નગરમાં રહેતા કડાલગોત્રના રિષભદત્ત માહણ–બ્રાહ્મણ–ની પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણી–ની કુખમાં ગર્ભરૂપે ઉપજ્યા. જે મહાવિમાનમાંથી ભગવાન ચવ્યા તે વિમાનમાં વીશ સાગરોપમ જેટલી આયુષ્યની સ્થિતિ હતી—ચવતી વેળાએ ભગવાનનું તે આયુષ્ય ક્ષીણ થએલ હતું, ભગવાનને દેવભવ તન ક્ષીણ થએલ હતા, ભગવાનની દેવવિમાનમાં રહેવાની સ્થિતિ ક્ષીણ થએલ હતી. આ બધું ક્ષીણ થતાં જ તરત ભગવાન તે દેવવિમાનમાંથી ચવીને અહીં દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા. જ્યારે ભગવાન દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે અહીં જંબુદ્રીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણાર્ધ ભારતમાં આ અવસર્પિણીના સુષમસુષમા, સુષમાં અને સુષમદુ:ષમાં નામને આ આરાઓને સમય તદ્દન પૂરો થઈ ગયો હતો. દુ:ષમષમાં નામના આરો લગભગ વીતી ગયા હતા એટલે એક કડાકડી સાગરોપમ પ્રમાણુ-દુ:ષમસુષમા નામને આરે વીતી ચૂક્યો હતો, હવે માત્ર તે દુ:ષમસુષમા આરાનાં બેંતાલીસ હજાર અને પંચોતેર વરસ તથા સાડા આઠ માસ જ બાકી રહ્યા હતા; તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, ભગવાન
સં. ના, રૂ. વિ. બારસાસૂત્ર-૮
in
n
ato