________________
૧૨૧ ત્યાર પછી તે ભગવાન અહિત થયા, જિન કેવળી સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લોકનાં–જગતનાં તમામ પર્યાય જાણે છે જુએ છે–આખો લેકમાં તમામ નાં આગમન ગમન સ્થિતિ યવન ઉપપાત, તેમનું મન માનસિક સંકલ્પ ખાનપાન તેમની સારી નરસી તમામ પ્રવૃત્તિઓ, તેમના ભેગવિલાસે, તેમની જે જે પ્રવૃત્તિઓ ખુલ્લી છે તે અને જે જે પ્રવૃત્તિઓ છીની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન અરહા થયા એટલે તેમનાથી કશું રહસ્ય-છૂપું–રહી શકે એમ નથી એવા થયા, અરહના ભાગી થયાં–તેમની પાસે કરોડે દેવ નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને રહસ્યમાંએકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરહા થયેલા ભગવાન તે તે કાળે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લોકના તમામ જીવોના તમામ ભાવોને જાણતા જોતા વિહરતા રહે છે.
૧રર તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને અવલંબને પ્રથમ વર્ષાવાસ-માસું–કર્યું હતું અર્થાત ભગવાન પ્રથમ ચોમાસામાં અસ્થિક ગ્રામમાં રહ્યા હતા, | ચંપાનગરીમાં અને પૃષચંપામાં ભગવાને ત્રણ ચોમાસા કર્યા હતાં-ભગવાન ચંપામાં અને પૃષ્ઠચંપામાં ચોમાસું રહેવા ત્રણ વાર આવ્યા હતા, વૈશાલી નગરીમાં
સં. ના. રૂ. વિ. બારિસીસૂત્ર-૧૪૬
Jain Education International
Farmonal
Use Only