________________
किरीटकनाम
દાયુદ્ધ કોઈ
સેં. ના. રૂ. વિ.
બારસાસૂત્ર-૧૩૭
Jain Education International
ગરજ રાખતા નથી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના બન્યા એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતા નથી પણ બધે રોકટાક વિના ફર્યા કરે છે તેમ ભગવાન એક જ સ્થળે બંધાઇને ન રહેતાં બધે નિરીહભાવે કરનારા થયા, શરદઋતુના પાણીની પેઠે એમનું હૃદય નિર્મળ થયું, કમળપત્રની પેઠે નિરુપલેપ થયા એટલે પાણીમાંથી ઉગેલા કમળના પત્રને જેમ પાણીના છાંટા ભીંજાડી શકતા નથી તેમ ભગવાનને સંસારભાવ-પ્રપંચભાવ ભીંજાડી શકતા નથી, કાચબાની પેઠે ભગવાન ગુપ્તદ્રિય થયા, મહાવરાહના મુખ ઉપર જેમ એક જ શિંગડું હોય છે તેમ ભગવાન એકાકી થયા, પક્ષીની પેઠે ભગવાન તદ્દન માકળા થયા, ભારંડપક્ષીની પેઠે ભગવાન અપ્રમત્ત બન્યા, હાથીની પેઠે ભારે શૂર થયા, બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા, સિંહની પેઠે કોઇથી પણ ગાંજ્યા ન જાય એવા બન્યા, મેરુની પેઠે અડગ અકંપ સુનિશ્ચળ બન્યા, તથા ભગવાન સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, સૂરજ જેવા ઝળહળતા તેજવાળા, ઉત્તમ સાનાની પેઠે ચમકતી દેહકાંતિવાળા અને પૃથ્વીની પેઠે તમામ સ્પર્શને સહનારા સર્વસહ અને ઘી હોમેલા અગ્નિની પેઠે તેજથી જાજવલ્યમાન થયા.
૧૧૮ નીચેની બે ગાથાઓમાં ભગવાનને જેની જેની ઉપમા આપવામાં આવેલ છે તે તે અર્થવાળા શબ્દોનાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવેલ છે:
For Pemonal & Private Use Only
HE B
૧૩૩
www.janelibrary.org