________________
aaોવિયા)
મહાવપ્નોમાંનું ગમે તે એક મહાસ્વપ્ન જોઈને જાગી યે છે” ત્યાં સુધીની જે. બધી હકીકત એ સ્વપ્નલક્ષણપાઠકએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે. ( ૮૧ વળી, હે દેવાનુપ્રિયે ! તમે તે આ ચૌદ મહાસ્વપ્ન જોયેલાં છે, તે
એ બધાં સ્વપ્નો ભારે મોટાં છે” ત્યાંથી માંડીને ‘તમે ત્રણ લોકના નાયક, ધર્મચક્રને પ્રવર્તાવનાર એવા જિન થનાર પુત્રને જનમ આપશો? ત્યાં સુધીની તમામ હકીકત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે.
૮૨ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને સમજીને ખુશખુશાલ થઈ ગઈ, ભારે સંતોષ પામી અને રાજીરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પોતાના બન્ને હાથ જોડીને યાવતું તે રવપ્નના અર્થને સારી રીતે સ્વીકારે છે. | ૮૩ રવપ્નના અર્થને સારી રીતે સ્વીકારીને પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિવિધ મણિ રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્ભુત ભદ્રાસન ઉપરથી ઉભી થાય છે, ઉભી થઈને ઉતાવળ વિના, ચપળતારહિતપણે, વેગ વગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણી જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.
સં. ના. રૂ. વિ. ખોર સાસૂત્ર-૯૨
in action internet
Farmonal
y