SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વૃદ્ધિ કરનાર એવા તથા હાથે પગે સુકમાળ, પૂરેપૂરી પાંચ ઇંદ્રિયવાળા શરીરથી યુક્ત-જરા પણ ખેડખાંપણ વિનાના, લક્ષણ વ્યંજન અને ગુણોથી યુક્ત, માન વજન અને ઊંચાઇમાં પૂરેપૂરા, સવાંગસુંદર, ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળા, મનોહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રૂપવાળા પુત્રને જનમ આપશે. ૭૬ વળી, તે પુત્ર પણ બાળપણ વીતાવ્યા પછી જયારે ભણીગણીને પરિપકવ જ્ઞાનવાળા થશે અને યૌવનને પામેલ હશે ત્યારે એ શૂરો વીર અને ભારે પરાક્રમી થશે, એની પાસે વિશાળ વિસ્તારવાળાં સેના અને વાહને હશે અને તે. ચારે સમુદ્રના છેડાથી સુશોભિત એવા આ ભૂમંડળને ચક્રવર્તી રાજ્યપતિ રાજા થશે અથવા ત્રણલેકને નેતા, ધર્મના ચક્રવર્તા–ધર્મચક્ર પ્રવર્તાવનાર એ જિન થશે. હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વપ્ન જોયેલાં છે. યાવતું હે દેવાનુપ્રિય ! એ સ્વપ્ન આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરાવે એવાં, દીર્ધ આયુષ્યનાં સૂચક, કલ્યાણ અને મંગળ કરનારાં એવાં ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયેલાં છે. | ૭૭ ત્યાર પછી તે સિદ્ધાર્થ રોજ તે સ્વપ્નલક્ષણપાઠકો પાસેથી રવપ્નોને લગતી એ વાતને સાંભળીને સમજીને રાજી રાજી થઈ ગયે, ખુબ તુષ્ટિ પામ્યો અને હર્ષને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું. તેણે પોતાના બન્ને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું: 6]}} સં, ના. રૂ. વિ. બોરસાસૂત્ર-૮૮ ૮૮ www. mom aination internal Foal Uy
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy