SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ યાદ વડોદરાના શ્રીહંસવિજયજી શાસ્ત્રસંગ્રહની સુંદર કિનારોવાળી વિ. સં. ૧૫૨૨ ની કલ્પસૂત્રની સુવાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૭૪નું ચિત્ર સારાભાઈ નવાબ અમદાવાદ સંગ્રહની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પંદરમાં સંકાની હસ્તપ્રતમાંથી લીધેલું છે. નં. ૧૪૦ અને ૧૪૧ નાં ચિત્રો આજસુધી જાણવામાં આવેલી ચિત્રકલાની દષ્ટિએ સર્વોત્તમ ચિત્રકલાવાળી કપસૂત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રત કે જે અમદાવાદના દેવસાન પાડામાં આવેલા શ્રીદયાવિમલજી શાઅસંગ્રહમાં આવેલી છે. તેમાંથી લીધેલ છે, આ પ્રત પણ પંદરમાં સૈકાની છે. નં. ૧૧, ૮૫, ૧૦૫, ૧૦૭, ૧૦૯, ૧૧૩. ૧૧૫, ૧૨૭; ૧૪૩, ૧૫૪, ૧૫૭, ૧૬૨, ૧૭૩, ૧૭૪, ૧૭૯, ૧૮૨ અને ૧૮૬ નાં ચિત્રો મારા પિતાના સંગ્રહની તારીખ વગરની પંદરમાં સકાની કાગળની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૧૫, ૧૭૭, ૧૯૧ અને ૧૯૨ નાં ચિત્રે વડોદરામાં આવેલા પ્રવર્તક છ શ્રી કાંતિવિજયજી શા અસંગ્રહની તારીખ વગરની પંદરમાં સૈકાની સુવર્ણાક્ષરી પ્રતમાંથી લીધેલાં છે, અને તેઓના જ સંગ્રહની બીજી સુવર્ણાક્ષરી પ્રતમાંથી નં. ૮૨, ૧૦૪, ૧૦૮, ૧૧૦, ૧૩૨, ૧૩૮, ૧૫૮, ૧૫, ૧૭૬, ૧૭૮, ૧૯૮, ૨૦૦, ૨૦૯, ૨૧૨, ૨૧૩, ૨૧૬, ૨૧૭, ૨૧૮ અને ૨૨૦ નાં ચિત્રો લીધેલાં છે. નં. ૭૨, ૭૫, ૧૦૬, ૧૩૧, ૧૬૩, ૧૯૬ અને ૨૧૦ નાં ચિત્રો શ્રીકુસુમચંદ્રસૂરીજીના સંગ્રહની પંદરમાં સૈકાની તારીખ વગરની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૧૪૨ નું ચિત્રો શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી મુંબઈના સંગ્રહની પંદરમાં સિકાની તારીખ વગરની હસ્તપ્રતમાથી લીધેલું છે. ચિત્ર નં. ૭૩ સિનેરના જૈન સંઘના ભંડારની સંગ્રહણીસૂત્રની લગભગ અઢારમા સૈકાની તારીખ વગરની હસ્તપ્રતમાં લીધેલું છે અને ચિત્ર નં. ૧૩૯ અને ૨૦૩ આચાર્ય શ્રી પ્રીતિચંદ્રસૂરીશ્વરજીના રાંદેરમાં આવેલા શાસ્ત્રસંગ્રહની વિ. સં. ૧૮૮૨ માં મુંબઈમાં લખાએલી આવશ્યક બાલાવબંધની સુંદર ચિત્રોવાળી હસ્તપ્રતમાંથી રજૂ કરેલાં છે. એકંદરે આ એકજ ગ્રંથમાં બારમાં સૈકાથી શરૂ કરીને ઓગણીશમા સૈકા સુધીની ગુજરાતી જેનાશ્રિત ચિત્રકળાના સુંદર નમૂનાઓ રજૂ કરવામાં આવેલાં છે. Jan Education Interational For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy