________________
તથા શાસ્ત્રરૂપી કંચનની પરીક્ષા માં કટી સમાન શ્રીભાવવિજય વાચકેદ્ર સંશોધન કરેલી છે. ૧૩, ૧૪. સંવત ૧૬૯૬મા વરસે, જેઠ માસની અજવાળી બીજના દિવસે, ગુરૂવારના રોજ પુષ્ય નક્ષત્રમાં આ પ્રયત્ન સફલ થયો છે. ૧૫ આ સુબોધિકા રચવામાં શ્રીરામવિજય પંડિતના શિષ્ય શ્રીવિબુધવિજય પ્રમુખની અભ્યર્થના પણ હેતુભૂત જાણવી. ૧૬ જ્યાંસુધી પૃથ્વીરૂપ સ્ત્રી પર્વતોના સમૂહરૂપી શ્રીફલવડે પૂર્ણગ, ચલાયમાન થતા ઝાડના સમૂહરૂપી દર્ભવાળા, નિષધગિરિરૂપી કુંકુમથી અદ્દભુત તથા હિમગિરિથી શોભતા એજ જંબુદ્વીપ નામના મંગલ સ્થલને ધારણ કરે ત્યાંસુધી પંડિતોને પરિચિત થએલી કપસૂત્રની સુબોધિકા નામની વૃત્તિ વૃદ્ધિ પામો. ૧૭
જ્યાં સુધી પાણીના એકઠા થતા કલેજોની શ્રેણિથી આકુલ થએલી આકાશગંગા અને દિહસ્તીઓએ ઉડાડેલ કમલને વિષે રહેલ પાણીના કણીયાથી નાશ પામ્યો છે. શ્રમ જેને એવું તિશ્ચક અનુક્રમે આકાશ અને પૃથ્વી ઉપર કાયમ ભ્રમણ કરે છે, ત્યાંસુધી વિદ્વજનેએ આશ્રિત કરેલી આ પસૂત્રની વૃત્તિ વૃદ્ધિ પામો. ૧૮
આ સુબાધિકા નામની સંસ્કૃત ટીકાનું ગુજરાતી ભાષાંતર સંસ્કૃત ભાષાથી અનભિજ્ઞ જ્ઞાનવાળા અભ્યાસીઓને માટે પુણ્યનામધેય સ્વર્ગસ્થ આગામે દ્ધારક આચાર્યદેવ શ્રીસાગરાનંદસૂરીજીએ છપાવેલી સુબેધિકાની સંસ્કૃત ટીકા ઊપરથી, તથા સામુદ્રિકતિલક, હસ્તસંજીવની વગેરે ગ્રંથોમાંથી અમુક શ્લોકે લઈને આવશ્યક વધારે કરીને બાળજીવો સહેલાઈથી વાંચી શકે તે માટે અમદાવાદ, માંડવીની પોળમાં, છીપામાવજીની પળના રહેવાસી સારાભાઈ મણિલાલ નવાબ, સંવત ૨૦૦૯ના પ્રથમ વૈશાખ સુદી દશમને ગુરૂવારે સવારમાં ચડતા પહેરે સંપૂર્ણ કર્યું છે. ભૂલચૂક વિદ્વાને સુધારશે એ ઈચ્છાથી આ ગ્રંથ જૈન પ્રજા પાસે રજુ કર્યો છે. આ ભાષાંતરમાં મતિદોષથી અથવા પ્રેસષથી જે કઈ અશુદ્ધિઓ રહી ગઈ હોય તથા જિનેશ્વરદેવેની આજ્ઞા વિરૂદ્ધ લખાઈ ગયું હોય તે માટે મન, વચન, કાયાએ કરીને મિચ્છામિદુક્કડ દઉં છું.
-સારાભાઈ મણિલાલ નવાબ
૬૧૫
Jan Ed
For Private & Personal Use Only
brary.org