________________
ઘરો સાદડીથી કે ટઢીથી ઢંકાયેલાં હોય છે. ધોળાએલાં હોય છે, ઘાસ વગેરેથી આચ્છાદિત 12 કરેલાં હોય છે, છાણ વગેરેથી લીંપેલા હોય છે, ચારે બાજુ વાડ વગેરેથી સુરક્ષિત હોય છે, ઘસીને–ખાડાખડિયા પૂરીને-સરખાં કરેલાં હોય છે, પાષાણુના ટૂકડાથી ઘસીને કોમલ કરેલાં હોય છે, ધુપથી સુવાસિત કરેલાં હોય છે, પરનાળ ગઠવીને તથા ખાળા પણ બરાબર તૈયાર કરીને પાણીને જવાના માર્ગ કરેલા હોય છે. એવી રીતે ગૃહરોએ પિતાના નિમિત્તે પોતાનાં ઘર અચિત્ત કરી રાખ્યાં હોય છે, ગૃહસ્થોએ વાપરેલાં હોય છે અને પોતાને સારૂ જીવજંતુ વગરનાં બનાવેલાં હોય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે “ શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. એક માસને વિશ દિવસ પછી પર્યુષણા કરવા, એટલે ત્યાં ચોમાસાને બાકીનો કાળ રિસ્થતિ કરવાનું કહેવું, જેથી તે આરંભના નિમિત્તભૂત મુનિ ન થાય, એ રહસ્ય છે.” ૧
જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરો પણ વર્ષાઋતુને વીશ રાત સહિત એક માસ ગયા પછી વર્ષાવાસ રહેલા છે. ૨
જેવી રીતે ગણધરો વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરોના શિષ્યો પણ વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી
દાં છે
૧૯
Jain Ed
n
ational
For Private & Personal Use Only
]]
]