________________
.
સુ
ક્યા
19
મુ પો
Jain Ede
અઠ્ઠમની તપસ્યા કરી હતી એ સમયે, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના યોગ પ્રાપ્ત થતાં, ધ્યાનના મધ્યભાગમાં વર્તતા પ્રભુને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાન દર્શન ઉત્પન્ન થયું (જુએ ચિત્ર નં. ૧૯૭). યાવતુ હવે તે બધું જોતાં જાણતાં વિહરે છે.
આ પ્રમાણે પ્રભુને વનીતા નગરીના પુરીમતાલ નામના શાખાપુરમાં જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે એક પુરુષે આવી ભરત મહારાજાને વધામણી આપી કે–“ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” તે જ વખતે બીજા એક પુરુષે આવી વધામણી આપી કે—“ મહારાજ ! આપની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે” (જુએ ચિત્ર નં. ૧૯૬). એકી સાથે બે વધામણી આવવાથી ભરત મહારાજા વિષયતૃષ્ણાની વિષમતાને લીધે વિચાર કરવા લાગ્યા કે “મારે પહેલાં પિતાજીની પૂજા કરવી કે ચક્રરત્નની?'' એકાદ ક્ષણ વિચાર કરી તેઓએ નિર્ણય કર્યો કે: “ચક્રની પૂજા તે આ લાકના જ સુખ માટે છે, જ્યારે પિતાજીની પૂજા તા આ લાક અને પરલેાકનું પણ કલ્યાણ આપનારી છે, એટલે પિતાજીની પૂજામાં ચક્રરત્નની પણ પૂજા આવી જાય છે.’ એ પ્રમાણે વિવેકબુદ્ધિથી વિચાર કરીને ભરત મહારાજાએ પ્રભુને વંદન કરવા જવાની તૈયારી કરવા માંડી.
પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારથી મરૂદેવા માતા પુત્રના વિરહને લીધે હમેશાં રૂદન કર્યા કરતા હતા, તેથી તેમનાં નેત્રમાં પડળ પણ આવી ગયાં હતાં. તેએ
ઘણીવાર ભરતને ઉપાલંભ
national
For Private & Personal Use Only
NEW D
૫૦
melibrary.BE