SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રમાં કલંક લગાડનાર પણ હરણ, રામ અને સીતાને વિયાગ કરાવવામાં પણ હરણ, રાજીમતી અને નેમિકુમારને છૂટા પાડનાર પણ કુરંગ (હરણ) જ, રંગમાં ભંગ પાડનાર કુરંગ એ નામ ખરેખર સાર્થક જ છે.” | નેમિકમારને પાછા વળતા જોઈ સમુદ્રવિજય, શિવાદેવી વગેરે સ્વજનો તરત જ રથ પાસે પહોંચી ગયા અને તેમણે રથને અટકાવી, આંખમાં આંસુ લાવી કહ્યું કે: “पत्थेमि जणणिवल्लह ! वच्छ तुमं पठमपत्थणं किंपि । काऊण पाणिगहणं मह दंसे निअवहूवयणं ॥१॥ | હે જનનીવલ્લભ વત્સ ! હું તને પ્રાર્થના કરીને કહું છું કે તું કોઈપણ રીતે વિવાહ કર અને મને પુત્રવધૂનું મોં જોવાનું સદ્ભાગ્ય આપ! હે પુત્ર ! મારી લાંબા વખતની આશા ફલિભૂત કર.' નેમિકમારે વિનયપૂર્વક ઉત્તર આપ્યો કે –“હે માતાજી! તમે એ આગ્રહ મૂકી દો, મારું મન મનુષ્યલોકની સ્ત્રીઓથી તદ્દન ઊઠી ગયું છે, અને કેવળ મુક્તિરૂપી સ્ત્રીમાં હું આસક્તિ રાખી રહ્યો છું.” કેમકે:-“જે સ્ત્રીઓ રાગીને વિષે પણ રાગરહિત છે તેને કોણ સેવે? એક માત્ર ૪૬૪ Jain Education International For Private & Personal Use Only કારણે
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy