________________
»
જ્યા
છે.
*
તેના રસ તા જીભ ક્ષણમાત્રમાં ચાખી લે છે. પછી બલભદ્ર પાસે જઈ નેમિકુમારના ભુજબલની વાત કરીને શ્રીકૃષ્ણે કહેવા લાગ્યા કે : “હવે શું થશે ? ' તે જ વખતે આકાશવાણી થઈ કે “ હું હિર ! તમારે ચિંતા કરવાની કાંઈ જ જરૂર નથી. પૂર્વે શ્રીનમનાથ તીર્થંકરે કહ્યું હતું કે શ્રીíમનાથ નામના બાવીશમા તીર્થંકર કુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે.” આ વાણી સાંભળી શ્રીકૃષ્ણ નિશ્ચિંત થયા. આ વાતને નિશ્ચય કરવા માટે શ્રીકૃષ્ણે પેાતાના અંત:પુરની ગાપીએ સાથે નેત્રિકુમારને ઉદ્યાનમાં જલક્રીડા કરવા લઈ ગયા. કૃષ્ણે પ્રેમથી પ્રભુના હાથ ઝાલી સરેાવરમાં ઉતાર્યો અને સાનાની પીચકારીમાં કેસરવાળું જળભરી પ્રભુ ઊપર છાંટવા માંડયું. વળી, રૂકિમણી વગેરે ગેાપીઓને પણ આગળથી જ કહી રાખ્યું હતું કે: “તમારે નેમિકુમાર સાથે નિ:શંકપણે જલક્રીડા કરવી અને કાર્પણ રીતે તેમની વિવાહ કરવાની ઈચ્છા થાય તેમ કરવું.'
પછી ગોપીએ પણ પ્રભુની સાથે છૂટથી ક્રીડા કરવા લાગી: “ કેટલીક ગોપીઓએ પ્રભુ ઊપર કેસરવાળું સુગંધી જળ છાંટયું, કેટલીકે ફૂલાના દડા પ્રભુના વક્ષ:સ્થળ ઊપર નાખ્યા, કેટલીક ગોપીઓ હૃદયભેદી તીક્ષ્ણ કટાક્ષબાણથી પ્રભુના ચિત્તને વિંધવાના પ્રયત્ન કરવા લાગી, કામકળામાં ચતુર એવી કેટલીક ગેાપીએ હાવભાવ હાસ્યાદિથી પ્રભુને વિસ્મિત કરવા લાગી.” વળી, કેટલીક ગૈાપીએ એકી સાથે મળી ઊપરાઊપરી રંગની પીચકારી
Jain Education memational
For Private & Personal Use Only
* * *
૪૧
www.jainelibrary.org