SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ સઘળી ઋદ્ધિ મળી છે. હું પણ તાપસ થઈ આ ભવમાં તપ કરૂં તો કાળાંતરે મને પણ એવી ઋદ્ધિ જરૂર મળશે. આ પ્રમાણે વિચાર કરીને પંચાગ્નિ તપ વગેરે કષ્ટ ક્રિયાઓ કરવા લાગ્યો. હે સ્વામી ! તે જ કમઠ તાપસ ફરતો ફરતો આજે નગરની બહાર આવી ચડ્યો છે, તેનાં ટોળાને જતાં જે આપ જુએ છે તે બધાં તેની જ પૂજા કરવા માટે જઈ રહ્યા છે.'' પ્રભુ પણ તેને જોવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમઠને પ્રભુએ જોયો (જુઓ ચિત્ર ન. ૧૫૮). એટલું જ નહીં પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક લાકડાની અંદર એક મોટા સર્પને પણ બળતો પોતાના જ્ઞાનબળથી જોયો. કરુણાસમુદ્ર પ્રભુ બોલ્યા : “હે મૂઢ તપસ્વી ! દયા વિના આ ફોગટનું કષ્ટ શા સારૂ વેઠે છે? ચિત્ર નં. ૧૫૮ પંચાગ્નિ તપ તપતો કમઠ ખરું જોતાં બધા ધર્મો, દયારૂપી મોટી નદીના કાંઠે ઊગેલા તરણના અંકુરા જેવા જ છે, જે દવારૂપી નદી સુકાઈ જાય તે પેલા અંકુરા કેટલી વાર ટકી Jain Educa national For Private & Personal Use Only Fra og
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy