________________
Aks
KN MAN
પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે વગેરે વાક્યો પૃથ્વી, જળ વગેરે ભૂતોની સત્તા જણાવે છે. આ પ્રમાણેના વાકયોથી તને જે સંદેહ ઉત્પન્ન થયો છે, તે અયુક્ત છે. “વનોપમ વૈ સા ૪ – આ સકલ જગત સ્વમ સમાન છે, એમ જે કહેવામાં આવ્યું છે તેનો અર્થ આત્મચિંતન કરવાનો છે. એટલે કે આત્મવિચારણા કરતાં સ્ત્રી-પુત્ર-પરિવાર-સુવર્ણ વગેરેનો સંયોગ અનિત્ય છે. માટે તે તે પદાર્થો ઊપરની આસક્તિ તજીને મુક્તિ માટે યત્ન કરવો એ જ એનો સત્યાર્થ છે. આ વાક્યો પાંચ ભૂતોને નિષેધ કરતાં નથી. આ પ્રમાણેનાં પ્રભુના વચનનું શ્રવણ કરતાં જ વ્યક્તિના વિવેચક્ષુ ઉઘડી ગયાં. તેને પચભૂતના અસ્તિત્વની ખાત્રી થઈ ગઈ, અને તે પ્રભુના ચરણમાં નમી પડ્યો અને તેને પણ પોતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. ચેથા ગણધર સંપૂર્ણ.
જે જેવો હોય છે, તે તેવો જ રહે છે. આ બાબતની શંકાવાળા સુધર્મા નામના પાંચમા પંડિત પણ પોતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને જોતાં જ કહ્યું કે“હે સુધર્મા! તને પરભવ વિષે શંકા છે ને?” તારી શંકા પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદોને આભારી છે. વેદમાં કહ્યું છે કે – પુરુષો વૈ પુરુષત્વમત, પરાવ: પૂર્વ-આ પદને તું એવો અર્થ કરે છે કે જે પ્રાણી જે આ ભવમાં હોય છે તે જ પરભવમાં થાય છે. મતલબ કે મનુષ્ય મરીને પાછો પરભવમાં પણ મનુષ્ય જ થાય, તે દેવ કે પશુ યોનિમાં ન જનમે અને પશુઓ પાછી પરભવમાં
૩૯
Jain Educa
tional
For Private & Personal Use Only
Traty.org